Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડ પાસે મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૭૩ બોટલ કબજે કરાઈઃ
જામનગર તા. ૫: જામનગર-ધ્રોલ વચ્ચે સોયલ ટોલનાકા પાસેથી ગઈરાત્રે એલસીબીએ એક મોટરમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૂની ૨૯ પેટી કબજે કરી છે. જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીએ જામનગરના રીસીવરનું નામ આપ્યું છે. ધ્રોલ પોલીસે જ એક મોટરમાંથી ઈંગ્લીશ દારૂની ર૭ પેટી કબજે કરી છે. આ આરોપીએ પણ જામનગરના સપ્લાયરનું નામ ઓકી નાખ્યું છે. બે દરોડામાં રૂ.૭,૩૯,૨૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. તે ઉપરાંત ગોલારાણાના ડેલામાંથી ચાર બોટલ અને જામજોધપુરના વસંતપુરમાંથી બે બોટલ તેમજ દરેડ પાસે એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૭૩ બોટલ એલસીબીએ કબજે કરી છે.
જામનગરની સ્થાનિક ગુન્હાશોધકના સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના ક્રિપાલસિંહ, સુમીત શિયાર, ભયપાલસિંહને બાતમી મળી હતી કે, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. તે બાતમીથી ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ એલસીબીએ સોયલ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન રાત્રે અઢી વાગ્યે પસાર થયેલી જીજે-૧૭-બીએચ ૧૮૯૭ નંબરની સ્વીફટ મોટરને આંતરી લેવામાં આવી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૩૪૮ બોટલ ભરેલી ૨૯ પેટી મળી આવી હતી. અંદાજે રૂ.૩,૮૨,૮૦૦ની કિંમતનો દારૂનો જથ્થો, બે મોબાઈલ તથા રૂ.૩ લાખની મોટર મળી કુલ રૂ.૬,૯૭,૮૦૦નો મુદ્દામાલ એલસીબીએ કબજે લઈ આ મોટરના ચાલક જામનગરના સ્વામી નારાયણનગરમાં રહેતા અશોક પ્રતાપભાઈ પરમાર તથા નાગેશ્વર કોલોનીમાં રહેતા દીપક દેવજીભાઈ શિયાર નામના બે શખ્સની અટકાયત કરી છે.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત જથ્થો રણજીતસાગર રોડ પર મારૂ કંસારા હોલવાળા ઢાળીયા નજીક રહેતા સદામ બોદુભાઈ સફીયા ઉર્ફે મુન્નાએ મંગાવ્યો હોવાની કબૂલાત આપી છે. ત્રણેય સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
ધ્રોલથી જોડિયા તરફના રોડ પર આવેલા ધ્રોલના ગાંધી ચોકમાં ગઈરાત્રે બે વાગ્યે ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે વોચ રાખી જીજે-ર૭-એએ ૬૬૭૭ નંબરની સ્વીફટ મોટરને આંતરી લીધી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ર૭ પેટી મળી આવી હતી.
અંગ્રેજી શરાબની ૩૨૪ બોટલ સાથે પોલીસે જામનગરના હાપામાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા સુનિલ જયસુખભાઈ મકવાણા નામના શખ્સની અટકાયત કરી છે. રૂ.૩,૫૬,૪૦૦ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ રૂ.૩ લાખની મોટર અને એક મોબાઈલ મળી કુલ રૂ.૬,૬૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સે પોલીસની પૂછપરછમાં રીસીવર જામનગરના સદામ બોદુભાઈ સફીયાનું નામ આપ્યું છે. બંને સામે ધ્રોલ પોલીસે ગુન્હો નોંધી તપાસ આગળ ધપાવી છે.
જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે બોચવડીનેસમાં રહેતા નગાભાઈ ઉર્ફે મયુર બાલુભાઈ સાંબરા નામના શખ્સને પોલીસે ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે પકડી લીધો છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામ નજીક નીલગીરી વિસ્તારમાં સુનિલસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના શખ્સના મકાનમાં ગઈકાલે રાત્રે એલસીબીએ દરોડો પાડી તલાશી લેતા તે મકાનમાંથી વેચાણ માટે રાખવામાં આવેલી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ અને પ૩ ચપલા મળી આવ્યા હતા. રૂ.૩૩,૮૧૦નો મુદ્દામાલ કબજે કરી સુનિલસિંહની અટકાયત કરાઈ છે.
જામનગરના દરબારગઢ વિસ્તારમાં આવેલા ગોલારાણાના ડેલામાં રહેતા વિપુલ નીતિનભાઈ પરમાર નામના શખ્સના મકાનમાં ગઈ કાલે સાંજે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ મળી આવી હતી. બોટલ કબજે કરી પોલીસે વિપુલ પરમારની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial