Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીમાં મેરેથોન બેઠકો અને બંધ બારણે થયેલી ચર્ચા પછી નવાજુનીના એંધાણ
ગાંધીનગર તા. ૧૪: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનમાં ફેરબદલનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. દિલ્હીમાં સીએમ-પ્રદેશ પ્રમુખ પીએમ-ગૃહમંત્રી સાથે બંધબારણે લંબાણ પૂર્વક બેઠક પછી અટકળોનું બજાર ગરમ છે. મોરેથોન બેઠકોમાં મંત્રીમંડળના વિસ્તરણ ઉપરાંત ભાજપની નવી ટીમ સહિત રાજકીય પરિસ્થિતિની ચર્ચા ઉપરાંત સૌરાષ્ટ્રમાં 'આપ'નો પ્રભાવ વધતાં તેની પણ ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.
ગુજરાતમાં નવાજૂની થવાના એંધાણ છે. દિલ્હીમાં ગુજરાતના નેતાઓનો બેઠકોનો લઈને જે દોર ચાલી રહૃાો છે, ગઈકાલે પ્રધાનમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જેપી નડ્ડા અને સીઆર પાટીલ ઉપસ્થિત રહૃાા હતા. આ બેઠકમાં સંભવત ગુજરાતના નવા મંત્રીમંડળની ચર્ચા થયાની શક્યતા છે.
ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક લગભગ ચાર કલાક ચાલી હતી. ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર રહૃાા હતા. જેમાં ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરબદલ અંગે સૂત્રો દ્વારા ચર્ચા થઈ રહી છે.
પ્રધાનમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતના મંત્રીમંડળમા ફેરબદલ અને સરદાર પટેલ જયંતી પર ચર્ચા થઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. આ બેઠકમાં ઘણાં મહત્વપૂર્ણ રાજકીય અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારમાં સંભવિત ફેરબદલ પર પણ ચર્ચા થઈ હતી. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક પછી, રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તરણ અથવા ફેરબદલની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે મુખ્યમંત્રી અને પાર્ટી નેતૃત્વ વચ્ચે આજે આ મુદ્દા પર અંતિમ ચર્ચા થઈ હતી. મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે, જ્યારે કેટલાક મંત્રીઓની જવાબદારીઓ બદલાઈ શકે છે. સાથે સાથે પ્રદેશ ભાજપમાં પણ ધરખમ ફેરફારો થશે અને 'ટીમ પંચાલ'ની જાહેરાત થશે. એ નકકી મનાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ૩૧ ઓક્ટોબરે કેવડિયાના એકતા નગરમાં યોજાનારા આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેજા હેઠળ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોના પ્રદર્શનો, અર્ધલશ્કરી દળોની હાજરી અને દેશભરના પ્રતિનિધિઓની ભાગીદારીનો સમાવેશ થશે.
મંત્રીમંડળનું વિસર્જન દિવાળી પહેલાં થશે કે પછી, તેની ચર્ચા સચિવાલય અને વિધાનસભા સંકુલમાં થઈ રહી છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસે ફરી એકવાર ચર્ચા જગાવી છે. ૪૦ દિવસમાં જ બીજીવાર પીએમ અને સીએમની મુલાકાતને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહૃાા છે. છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે.
રાજકીય વર્તુળોમાં નામોની ચર્ચા થઈ રહી છે. તો કેટલાક મંત્રીઓને તેમની ગાદી જવાની સો ટકા શક્યતા છે. આવામાં મંત્રીમંડળમા કોણ ઈન થશે અને કોણ આઉટ થશે તેના પત્તા જલ્દી જ ખૂલી જશે તેવું લાગી રહૃાું છે. ગુજરાત ભાજપના પ્રમુખ પદે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ પછી સંગઠનની નવી ટીમની સાથોસાથ મંત્રીમંડળની પુર્નરચના હવે ગમે ત્યારે થઈ શકે છે એવી શક્યતાઓ છે.
આ શક્યતાઓ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા પ્રમુખ વિશ્વકર્માએ સોમવારે બપોરે નવી દિલ્હીની વાટ પકડતાં હવે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થશે એવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતના બંને નેતાએ સંગઠન મહામંત્રી રત્નાકરને સાથે લઈને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલની ઉપસ્થિતિમાં સંભવિત નવી ટીમ, મંત્રીમંડળમાં ફેરફારોના સમીકરણો તથા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કેવા પ્રકારની પૂર્વ તૈયારીઓ શરૂ કરવી તેવા પ્રમુખ મુદ્દાઓને લઇ વિસ્તૃત મંથન થયું હોવાનું જાણવા મળે છે.
આગામી વર્ષની શરૂઆતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની હોવાથી, પક્ષ સંગઠનને મજબૂત બનાવવાની ચર્ચાઓ થઈ રહી છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આપનો પ્રભાવ વધી રહૃાો છે, ભાજપે પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
નોંધનીય છે કે વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે ૩૧મીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં એકતા પરેડમાં હાજરી આપવા આવનાર છે. વડાપ્રધાન ૩૦મીએ એસઓયુ પહોંચી જશે. ૩૧મીએ સવારે એકતા પરેડ બાદ તેઓ અંદાજિત રૂ.૧૦૦૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. એમાં સરદાર પટેલની પ્રતિમા નજીક જ ત્રણથી વધુ ગેલરી સાથે સરદાર પટેલે દેશના ૬૦૦થી વધુ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું એ તમામના વારસાને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ, એક પાર્ક સહિતના અનેક નવા આકર્ષણોના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
મંત્રીમંડળના વિસ્તરણની અટકળોએ વેગ પકડતાં ઘણાં વર્તમાન મંત્રીઓને હકાલપટ્ટીનો ડર પેઠો છે. એવું જાણવા મળ્યું છે કે, ઘણાં મંત્રીઓની ઓફિસમાં મોડી રાત સુધી કામકાજ ચાલી રહ્યું છે અને બાકી ફાઈલોનો ઝડપી નિકાલ કરવાનું શરૂ કરાયું છે. સ્વર્ણિમ સંકુલ-૧ અને સ્વર્ણિમ-૨માં કેટલાંક મંત્રીઓના પટાવાળા અને પીએ-સ્ટાફ પણ ફાઈલો લઈને દોડાદોડ કરતાં નજરે પડયાં હતાં. પીએ અને સ્ટાફમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે કે મંત્રીની સાથે તેમની પણ વિદાય નિશ્ચિ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial