Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારનું ૫૨ સપ્તાહની ઐતિહાસિક સપાટીએ ટ્રેડીંગ...!!

તા. ૨૦-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

 વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વોર વકરી રહ્યું હોવા છતાં કોર્પોરેટ વિશ્વમાં એઆઈ બેઝડ કંપનીઓ સહિતના અપેક્ષાથી સારા રિઝલ્ટ અને બીજી તરફ બુલિયન-સોના, ચાંદીમાં રેકોર્ડ બ્રેક અવિરત વિક્રમી તેજીના વિશ્વવ્યાપી સટ્ટાનો અતિરેક થવા લાગી આ સટ્ટામાં નફો બુક કરીને કેટલાક મહાકાય ફંડો ફરી ચાંદી સહિતમાં તેજીનો વેપાર સંકેલવાની શરૂઆત કરી ઈક્વિટીમાં તેજીમાં આવવા લાગ્યાની ચર્ચા વચ્ચે આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ હતી.

ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે વૈશ્વિક પરિબળો સકારાત્મક બન્યાની સાથે એફઆઇઆઇએ ફરી પાછી ભારતીય શેરબજારમાં ખરીદી શરુ કરતા તેમજ જીએસટી સુધારા બાદ શહેરી અને ગ્રામીણ માંગ વધતા અને ભારત-અમેરિકાની અટવાયેલી ટ્રેડ ડીલ પર ફરી ચર્ચાઓ શરુ થવાના અંદાજે આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૮%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૫૩% અને નેસ્ડેક ૦.૫૯% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૩૬ અને વધનારની સંખ્યા ૧૭૬૭ રહી હતી, ૨૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર કોમોડીટીઝ અને મેટલ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૭,૮૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૮,૨૯૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૭,૩૨૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૦૩૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૮,૦૪૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૫૯,૮૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૫૯,૮૭૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૫૫,૫૧૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૯૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૫૭,૨૦૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૪૩૦) : રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૫૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એસબીઆઈ કાર્ડ્સ (૯૨૮) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૯૦૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

ટાટા ટેકનોલોજી (૬૭૦) : રૂ.૬૫૬ નો પ્રથમ તેમજ રૂ.૬૪૪ બીજા સપોર્ટથી આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૮૮ થી રૂ.૬૯૬ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૫૭૩) : હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૮ થી રૂ.૫૯૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વધતા ઈન્ફ્લોઝ, એસઆઈપી મારફતે જળવાતો સ્થિર નાણાપ્રવાહ અને અર્થતંત્રમાં દેખાતા સુધારાના સંકેતો આગામી તબક્કામાં બજારને મજબૂત આધાર આપી શકે છે. ભારતીય અર્થતંત્રની મજબૂત વૃદ્ધિ દર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધતા રોકાણો તેમજ બેન્કિંગ ક્ષેત્રની સારા નફાકારકતા સાથે કોર્પોરેટ કમાણીમાં સુધારો થવાની ધારણા છે. આ પરિસ્થિતિમાં રિટેલ તથા સંસ્થાકીય રોકાણકારો બંનેની ભાગીદારી વધવાની શક્યતા છે, જે લાંબા ગાળે બજારને સ્થિર અને સકારાત્મક દિશામાં આગળ ધપાવી શકે છે.

જો કે, વૈશ્વિક પરિસ્થિતિઓ ભારતીય બજાર માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે. અમેરિકન વ્યાજદરની નીતિ, ચીનનું આર્થિક પુનરુત્થાન, તથા જિયોપોલિટિકલ તણાવ જેવી બાબતો એફપીઆઈના પ્રવાહને અસર કરી શકે છે. જો વૈશ્વિક બજારોમાં વધુ અસ્થિરતા ન વધે, તો ડીઆઈઆઈની ખરીદી અને આંતરિક માંગના આધાર પર ભારતીય ઈક્વિટી માર્કેટ નવા રેકોર્ડ ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે. તેથી, આવનારા વર્ષોમાં ભારતીય શેરબજાર માટે દિશા મધ્યમથી મજબૂત તેજી તરફ રહેવાની ધારણા છે



Advertisement
Advertisement
close
Ank Bandh