Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તર-પશ્ચિમ રેલવેમાં બ્લોકના કારણે
રાજકોટ તા. ૧રઃ ઉત્તર-પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકરણના કાર્યને ધ્યાનમાં રાખીને ૯-નવેમ્બરથી ૧૩-ડિસેમ્બર-ર૦રપ સુધી ૩પ દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
જેમાં આંશિક રીતે રદ્દ થનારી ટ્રેનોમાં તા. ૮-ડિસેમ્બર-ર૦રપ ના ઓખાથી યાત્રા શરૂ કરનારી ટ્રેન સંખ્યા ર૦૯પ૧ ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
આ જ રીતે ૯-ડિસેમ્બર-ર૦રપ ના રોજ જયપુરથી યાત્રા શરૂ કરનારી ટ્રેન સંખ્યા-ર૦૯પર જયપુર-ઓખા એક્સપ્રેસ અજમેર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. તેથી આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
પરિવર્તિત માર્ગથી દોડનારી ટ્રેનોમાં ૧૩-નવેમ્બર-ર૦રપ થી ૧ર ડિસેમ્બર-ર૦રપ સુધી પોરબંદરથી ઉપડનારી ટ્રેન સંખ્યા ૧૯ર૬૯ પોરબંદર-મુઝફફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે ફૂલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન રીંગસ-નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર ઊભી રહેશે તથા ૦૯-ડિસેમ્બર-ર૦રપ સુધી પોરબંદરથી ઉપડનારી ટ્રેન સંખ્યા-ર૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા ફૂલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન રીંગસ નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર ઊભી રહેશે તેમજ ર૪-નવેમ્બર-ર૦રપ થી ૮-ડિસેમ્બર-ર૦રપ સુધી દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડનારી ટ્રેન સંખ્યા ર૦૯૩૮ દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગે વાયા રેવાડી-રીંગસ-ફૂલેરા સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર ઊભી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial