Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેષ સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં વ્યાપારમાં પ્રગતિ થાય, કામનું ભારણ વધે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. ધર્યો લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામડોળ થતું જણાય. પરસ્પર અહ્મનો ટકરાવ થતો જણાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકશો. તા. ૮ થી ૧૧ સફળતાદાયક. તા. ૧ર થી ૧૪ વિવાદ ટાળવા.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે મધ્યમ પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગી સ્પષ્ટ વર્તાય. હાલ મોટા આર્થિક રોકાણને મુલત્તવી રાખવા યોગ્ય જણાય. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. જુના રોગોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં એક-મેકનો સાથ-સહકાર મળી રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય કષ્ટદાયી પૂરવાર થાય. તા. ૮ થી ૧૧ નાણાભીડ. તા. ૧ર થી ૧૪ પારિવારિક કાર્ય થાય.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે ભાવનાત્મક સમયસૂચક સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના પરિવારજનો-સ્નેહીજનો સાથે સમય સુખરૂપ વીતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળતો જણાય. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજશોખ પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકશો. સામાજિક જીવનમાં સંકળાયેલા જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. તા. ૮ થી ૧ર સાનુકૂળતા. તા. ૧ર થી ૧૪ મિલન-મુલાકાત.
Cancer (કર્ક: ડ-હ)
તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. નિશ્ચિત આયોજન બનાવી કામ લેશો તો ફાયદામાં રહેશો. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. દાંપત્યજીવનમાં ખટરાગ થઈ શકે છે. તા. ૮ થી ૧૧ ખર્ચાળ. તા. ૧ર થી ૧૪ મધ્યમ.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે માન-સન્માનમાં વૃદ્ધિ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને સામાજિક-રાજકીય ક્ષેત્રે માન-મોભો-મરતબો વધતો જણાય. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જોવા મળે. નાણાકીય સ્થિતિ સદ્ધર બને. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગ માટે સમય લાભદાયક પૂરવાર થાય. તા. ૮ થી ૧૧ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧ર થી ૧૪ માન-સન્માન.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પના વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. તા. ૮ થી ૧૧ આરોગ્ય સુધરે. તા. ૧ર થી ૧૪ સંભાળવું.
Libra (તુલા: ર-ત)
આપના માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. સમય પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. તા. ૮ થી ૧૧ લાભદાયી. તા. ૧ર થી ૧૪ સામાન્ય.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન પરિસ્થિતિ આપના પક્ષે આવતી જણાય. વ્યાપાર-વ્યવસાયમાં આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ સુધારો જોવા મળે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નોનો નિકાલ લાવવામાં આપને સફળતા પ્રાપ્ત થાય. તા. ૮ થી ૧૧ તણાવ રહે. તા. ૧ર થી ૧૪ શુભ.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપના દ્વારા કોઈ મોટું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપની માન-પ્રતિષ્ઠા-આબરૂમાં ચારચાંદ લાગી જાય. આપના કાર્યક્ષેત્રે આપ વ્યસ્ત જણાવ. મોજશોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. ધંધા-વ્યવસાય, નોકરીમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળેુ. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૮ થી ૧૧ વ્યસ્તતા રહે. તા. ૧ર થી ૧૪ ખર્ચાળ.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત ફળ મેળવવા મહેનત વધારવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. તા. ૮ થી ૧૧ આરોગ્ય સાચવવું. તા. ૧ર થી ૧૪ સુખમય.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે નવી પ્રવૃત્તિઓનું નિર્માણ કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના સાથે જોડાઈ શકો છો. વ્યાવસાયિક યોજનાઓનું અમલીકરણ થાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ બની રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે, છતાં નોંધપાત્ર આવક માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. જાહેરજીવન ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સમય શુભ જણાય છે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. તા. ૮ થી ૧૧ નવીન કાર્ય થાય. તા. ૧ર થી ૧૪ મિશ્ર.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે કામનું ભારણ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વધારે પડતા કાર્યબોજને કારણે આપ સતત વ્યસ્ત રહેતા જણાવ. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે, જો કે તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર તિયંત્રણ રાખવું. જમીન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવે. બોલાચાલી ટાળવી. તા. ૮ થી ૧૧ કાર્યબોજ વધે. તા. ૧ર થી ૧૪ માન-સન્માન મળે.