Advertisement
Author: નોબત સમાચાર

જામવણથલી પંથકને હરિયાળો બનાવવાનું હાઈટેક આયોજનઃ ર૦૦૦ થી વધુ વૃક્ષો ઉછેરાશે

મહાનુભાવોના હસ્તે 'વનસ્થલી' પ્રોજેક્ટનું પોષ્ટર લોન્ચ કરાયું

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામવણથલી અને આસપાસના ગામના વતનપ્રેમીઓ દ્વારા સમગ્ર વિસ્તાર વૃક્ષો થકી હરિયાળો બની રહે તે માટેના 'વનસ્થલી પ્રોજેક્ટ'ના પોસ્ટરનું લોન્ચિંગ તાજેતરમાં લેઉવા પટેલ સમાજ વાડી, જામનગરમાં મહાનુભાવો ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી તેમજ આર.સી. ફળદુ, ચંદ્રેશભાઈ પટેલ, પ્રમુખ મનસુખભાઈ રાબડિયા અને અનેક શ્રેષ્ઠીઓના હસ્તે સંપન્ન થયું હતું.

આ ઉપરાંત સિમ્બોલિક ચેક મુખ્ય દાતા સ્વ. જેઠાલાલ કપૂરચંદ મહેતા પરિવારના ૧પ લાખ અને સ્વ. સાકરચંદ પાનાચંદ મહેતા પરિવારના ૧૦ લાખના સદ્ભાવના ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યા હતાં.

માત્ર ૧પ૦૦ ના દાન થકી કોઈપણ વ્યક્તિ એક વૃક્ષ નોંધાવી શકે છે અને બીજા ૧પ૦૦ સદ્ભાવના ટ્રસ્ટ પોતે કોઈ પાસે અનુદાન મેળવીને વૃક્ષ સરસ રીતે ઉજરી જાય, તેમજ દાતાની વૃક્ષ પર નેમપ્લેટ અને સમયાંતરે વ્હોટ્સએપ મેસેજથી વૃક્ષના ફોટા મળ્યા કરે તેવું સુંદર આયોજન છે. એક ખાસ ગૂગલ ફોર્મ લિંક તૈયાર કરાઈ છે કે જેથી ડાયરેક્ટ સદ્ભાવના ટ્રસ્ટને દાન મોકલી શકાય. કાર્યક્રમમાં સૌને આ પ્રોજેક્ટની વિગતો એન.ડી.સી. સંસ્થાના જયેશભાઈ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.

તદુપરાંત કોઈપણ વ્યક્તિને જોડાવું હોય તો માત્ર એક વ્હોટ્સએપ મેસેજ માત્ર 'ટ્રી' એવું લખીને મોબાઈલ નંબર ૯૦૩૩૫ પ૭૭૯૯ ઉપર કરવાથી તેઓને જવાબરૂપે લિંક મળી શકે છે.

અમેરિકાથી કિરણભાઈ, સંદીપભાઈ અને અહીંના ચેતનભાઈ મહેતાએ વાવેલું વિચારબીજ ઉગી નીકળ્યું છે. કોઈ સમય આપે, કોઈ ધન, કોઈ નોલેજ, કોઈ સારો વિચાર, આ સેવાકાર્ય માટે વિજયભાઈ ડોબરિયા, મિતલભાઈ ખેતાણી, દિલીપભાઈ સખિયા, જીતુભાઈ ચાંગાણી, ચેતનભાઈ કોઠિયા અને તેઓની ટીમ સહકાર આપવા કટિબદ્ધ છે.

જેમ જેમ લોકોને જાણ થશે તેમ તેમ સામૂહિક પ્રયાસો વડે ફલ્લાથી કાલાવડ સુધીના ગામોનો વિસ્તાર જેવા કે નાની લાખાણી, મોટી લાખાણી, રણજીતપર, ખીલોસ, ચાવડા, જગા, મેડી, વીરપર, વેરતિયા, રોજિયા, તમાચણ, વરણા, બજરંગપુર, ધુતારપર, ઘુડસિયા સુધી આ વિકાસની સંકલ્પના પહોંચી શકે છે. હરિયાળીની સાથે સાથે ચેક ડેમ (ગીર ગંગા ટ્રસ્ટ), આરોગ્ય, શિક્ષણ અને સ્થાનિક રોજગાર જેવા પણ કામો ભવિષ્યમાં હાથ ધરી શકાય એવો પણ સૂર નીકળ્યો હતો. આ કાર્યક્રમમાં વનસ્થલી પ્રોજેક્ટના ગિરીશભાઈ મહેતા, કિશનભાઈ ડાભી હાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh