Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગંજીપાના કૂટતા ચારની એલસીબી દ્વારા અટકઃ
જામનગર તા. ૨૭: જામનગરના સમ્રાટ અશોકનગર પાસેથી ચાર શખ્સને એલસીબીએ ગંજીપાના કૂટતા પકડી પાડ્યા હતા. દરેડ જીઆઈડીસીમાંથી આઠ પરપ્રાંતીય તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. ખટીયા પાસેથી એક વર્લીબાજ મળી આવ્યો હતો.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા સમ્રાટ અશોકનગરની સામેની શેરીમાં ભાઈબીજની બપોરે ગંજીપના વડે જુગાર રમાતો હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાંથી ગંજીપાના કૂટતા આરીફ હૈદર મીણસારિયા, દિલાવર મહેબૂબ હેમનાણી, અમીન નિજારઅલી મીણસારિયા, અકબર સદરૂદિન ઈશાણી નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી એલસીબીએ રૂ.૧૦,૭૦૦ રોકડા તથા રૂ.ર લાખની એક રીક્ષા કબજે કરી છે.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં સેનોર ચોકડીથી આગળ શુક્રવારે સાંજે તીનપત્તી રમતા સુરેન્દ્ર ઈંદર યાદવ, રાજકુમાર પ્રેમલાલ યાદવ, હરેકૃષ્ણ છેડીશા હલવાઈ, બિરેન પુરન યાદવ, રનમત જગદીશ યાદવ, સંજીવ રામવિલાસ ઝુખીયા, શિવકુમાર શ્રીબીંદીકુમાર મંડલ, રામલાલ રઘુવીર યાદવ નામના આઠ પરપ્રાંતીયને પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પકડી લઈ પટમાંથી રૂ.૧૦૨૦૦ રોકડા કબજે લીધા છે.
લાલપુર તાલુકાના ખટીયા ગામના પાટીયા પાસેથી સોમાભાઈ જેસંગભાઈ લાલવાણી નામના શખ્સને મેઘપર પોલીસે વરલીના આંકડા લખતો પકડી પાડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial