Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારખાનેદારે ત્રાસથી ઝેરી દવા પીધી હતીઃ
જામનગર તા. ૧૫: જામનગરના એક કારખાનેદારે વીસેક દિવસ પહેલાં ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો. આ આસામીએ વ્યાજે પૈસા લીધા પછી મુદ્દલ કરતા વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં પાંચ વ્યક્તિએ અનહદ ત્રાસ આપતા આ પગલું ભર્યાની કારખાનેદારના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગર શહેરમાં રહેતા અને બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લાલજીભાઈ મારકણા નામના આસામીએ ગઈ તા.રપના દિને ઝેરી દવા ગટગટાવી હતી. સારવારમાં ખસેડાયેલા આ આસામીના પત્નીએ પોતાના પતિએ રૂ.ત્રીસેક લાખ વ્યાજે લીધા પછી રૂ.૪૦ લાખ વ્યાજ પેટે ચૂકવ્યા પછી પણ ત્રાસ અપાતો હોવાની કેફિયત આપી હતી.
આ ફરિયાદમાં જણાવાયા મુજબ ધર્મેશ રાણપરીયા સહિત ઉપેન્દ્ર ચાંદ્રા, કિરીટ ગંઢા, હરીશ ગંઢા વગેરે વ્યક્તિઓએ પૈસા ધીર્યા પછી લાલજીભાઈએ ૧૦થી ૧ર ટકા વ્યાજ ચૂકવ્યું હતું. તેમ છતાં ધર્મેશે તેઓને ૨૦ દિવસ સુધી ગોડાઉનમાં ગોંધી રાખ્યાની અને મશીનરી ઝૂંટવી લીધાની, જયારે જોધા હાથલીયાએ વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપ્યાની વિગતો આપવામાં આવી હતી. ઉપેન્દ્રએ મોટર ઝૂંટવી હતી જ્યારે કિરીટ તથા હરીશે ચેક રિટર્નના કેસ કર્યા હતા તેથી દબાણમાં આવી ગયેલા લાલજીભાઈએ ઝેરી દવા પીધી છે.
પોલીસે ગુન્હો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારપછી જેલહવાલે થયેલા આરોપી પૈકીના ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા અને અન્ય આરોપીઓએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે મૂળ ફરિયાદીના વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, નિતેશ મુછડીયા, કરણ પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓની જામીન અરજી રદ્દ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial