Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરબારગઢ પાસેથી ઝડપાયો ઘોડીપાસાનો જુગારઃ
જામનગર તા. ૧૬: જામનગરના દરબારગઢ વિસ્તાર પાસેથી ગઈરાત્રે બે શખ્સ ઘોડીપાસા વડે જુગાર રમતા ઝડપાયા છે. એક નાસી ગયો છે. ભાણવડના શિવા ગામની સીમમાં તીનપત્તી રમતા ત્રણને એલસીબીએ પકડી લીધા છે, ત્રણ નાસી જવામાં સફળ થયા છે.
જામનગરના દરબારગઢ વિસ્તારમાં આવેલી પઠાપીરની દરગાહ પાછળની શેરીમાં ગઈકાલે રાત્રે ઘોડીપાસા વડે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાંથી કાદર હુસેન કટારીયા, યુસુફ ઉમર લખાના નામના બે શખ્સ મળી આવ્યા હતા. પોલીસને જોઈને રઉફ બોદુભાઈ કુરેશી ઉર્ફે અબો બેરો નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે ત્રણેય સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામમાં નદીના કાંઠે ગઈકાલે સાંજે પૂર્વ બાતમીના આધારે દ્વારકા એલસીબીના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી તીનપત્તી રમતા અરભમ કેશુભાઈ કારાવદરા, અરભમ રામભાઈ મોઢવાડીયા, નિલેશ નાથાભાઈ ભુતીયા નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. રાજન નાગાજણભાઈ ઓડેદરા, યુવરાજસિંહ બાલુભા જાડેજા ઉર્ફે ફૌજી, દેવશીભાઈ લાખણશીભાઈ ઓડેદરા નામના ત્રણ શખ્સ નાસી ગયા હતા.
એલસીબીએ પટમાંથી રૂ.૬૧૮૦૦ રોકડા, એક બાઈક, મોબાઈલ મળી કુલ રૂ.૧૦૧૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial