Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરતના વેપારીએ પોલીસમાં ફરિયાદ કરીઃ
જામનગર તા. ૧૪: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ પાસે દસેક દિવસ પહેલાં વહેલી સવારે એક મોટરને પાછળથી ઓવરટેક કરતી મોટરે આગળના ભાગે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મોટર ગોથું મારી જતા તેના ચાલક સુરતના વેપારી તથા તેમના પત્ની ઘવાયા છે. ધ્રોલ પોલીસે ગુન્હો નોંધ્યો છે.
સુરતના નાના વરાછામાં આવેલી સ્નેહ મિલન સોસાયટીમાં વસવાટ કરતા હીતેશભાઈ ધીરૂભાઈ ભાલાળા તથા તેમના પરિવારજનો જીજે-૧૬-સીએન ૫૭૫ નંબરની મોટર લઈને ગઈ તા.૩ની સવારે છએક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ પાસેથી જતા હતા.
આ વેળાએ જીજે-૬-ડીબી ૬૪૧૪ નંબરની વરના મોટરે ફૂલસ્પીડમાં ઓવરટેક કરી હિતેશભાઈની મોટરને આગળના ભાગે ઠોકર મારી હતી. તેથી રોડ ઉતરી જઈ હિતેશભાઈની મોટર ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં હિતેશભાઈ તથા તેમના પત્નીને ઈજા થઈ હતી. ૬૪૧૪ નંબરની મોટરચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial