Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટા મગરમચ્છોના વિરાટકાય વ્યાપક દબાણો કેમ હટાવાતા નથી?
દ્વારકા તા. ૯: દ્વારકાના લારીગલ્લાવાળાઓને તંત્ર દ્વારા પડ્યા પર પાટુંની જેમ ફરી દબાણો હટાવની કામગીરી શરૂ થઈ છે. તેથી મોટા દબાણકારો સામે કામગીરી કરશે તેવા સવાલો ઊઠે છે.
દ્વારકા નગરપાલિકા દ્વારા આશરે એક પખવાડિયા પૂર્વે જગતમંદિર આસપાસ તેમજ શહેરના ભીડગભાડવાળા માર્ગો પરથી વ્યાપક ભીડભાડને લીધે લારી ગલ્લા-પાથરણાવાળાઓના દબાણો દૂર કરવા કડક કાર્યવાહી કરતા સેંકડો નાના વેપારીઓના ધંધા રોજગાર પડી ભાંગ્યા હતાં, જેની સામે દસેક દિવસથી લારીગલ્લા-પાથરણાવાળા તથા નાના વેપારીઓ દ્વારા ધંધા રોજગાર માટે પ્રાંત કચેરી સામે આંદોલનાત્મક રજૂઆત અને કાર્યક્રમો યોજ્યા હતાં.
તંત્ર દ્વારા પણ વૈકલ્પિક વ્યવસ્થાની ચર્ચા થયેલ હોવાનું જાણવા મળ્યા પછી ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્યો સહિતનાઓની રજૂઆત પછી હકારાત્મક વલણની આશાએ અમુક લારી ગલ્લાવાળાએ પુનઃ ધંધો શરૂ કરતા તંત્ર દ્વારા ત્વરિત એક્શનમાં આવી લારીઓ જપ્ત કરવામાં આવતા નાના વેપારીઓને પડ્યા પર પાટુ જવો ઘાટ ઉપસ્થિત થયો હતો.
આ સાથે વર્ષોથી દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીનોમાં મોટા મગરમચ્છોના નાના-મોટા દબાણો હોય, આમ છતાં તેમના વિરૂદ્ધ નક્કર કાર્યવાહી શા માટે હજુ સુધી કરવામાં નથી આવતી તેવા પ્રશ્નો ચર્ચાવા લાગ્યા છે. સમગ્ર દ્વારકાનો સર્વે કરવામાં આવે તો તંત્ર લાખો ફૂટ જમીન પરના દબાણો દૂર કરી શકે તેમ હોવાનું સ્થાનિય જાણકારોનું માનવું છે. ત્યારે તંત્ર મોટા મગરમચ્છોને છાવરશે કે તેમના વિરૂદ્ધ કામગીરી કરશે કે કેમ? તે જોવાનું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial