Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજધાની ગાંધીનગરમાં ટાઈફોઈડના પ્રકોપ પછી સફાળા જાગ્યા કમિશ્નર
જામનગર તા. ૧૩: જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે અંગેની સંબંધિત અધિકાઅીોને સૂચના આપતા મ્યુનિ. કમિશ્નરે સમીક્ષા બેઠકમાં નગરજનોની સ્વાસ્થ્ય સુખાકારી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદી દ્વારા જામનગર શહેરમાં પાણીજન્ય રોગોની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગાંધીનગરમાં તાજેતરમાં નોંધાયેલા ટાઈફોઈડના પ્રકોપને ધ્યાનમાં રાખીને જામનગર શહેરમાં આવા રોગોના નિવારણ અને નિયંત્રણ માટે લેવામાં આવતા પગલાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આરોગ્ય વિભાગ ઉપરાંત વોટર વર્કસ વિભાગ તથા અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ વિભાગની કામગીરીની પણ ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. શહેરમાં પીવાના પાણીની ગુણવતા, નિયમિત ક્લોરીનેશન, પાણીના નમૂનાઓની તપાસ, લીકેજની સમસ્યા તેમજ ગટરલાઈન અને પીવાના પાણીની લાઈન વચ્ચેના સંભવિત ક્રોસ કનેકશન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મ્યુનિ. કમિશ્નરે સંબંધિત વિભાગોને સમયસર સુધારા કાર્ય, ફિલ્ડ લેવલ પર કડક દેખરેખ, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચકાસણી તથા આરોગ્ય વિભાગ સાથે સંકલન રાખવાની સૂચનાઓ આપી હતી. જેથી પાણીજન્ય રોગોના જોખમને અટકાવી શકાય.
ફૂડ શાખાને શહેરી વિસ્તારમાં આવેલ સ્ટ્રીટ ફૂડના વિક્રેતાઓને ત્યાં ગુણવત્તા ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને પાણીપુરી, લુઝ પીવાના પાણીના વિક્રેતાઓને ત્યાં પણ ચકાસણી વધારવી તથા આઈસ બનાવતી ફેક્ટરી દ્વારા ક્લોરીનયુક્ત પાણી વપરાશ થાય તેની ચકાસણી કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત બેઠક દરમિયાન શહેરમાં થયેલ માતૃત્વ મૃત્યુ (મેટર્નલ ડેથ) અને બાળ મૃત્યુના કેસોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. દરેક કેસમાં કારણોની ઉંડાણપૂર્વક તપાસ, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા, રેફરલ પ્રક્રિયા તથા સમયસર સારવાર સુનિશ્ચિત કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા શહેરના નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા છે અને તમામ સંબંધિત વિભાગો દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશ્નરે બેઠક દરમિયાન સ્પષ્ટ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial