Advertisement
Author: નોબત સમાચાર

દિગ્જામ વુલન મીલ રોડ પર દબાણ હટાવમાં ૭પ મકાન, ૧૧૯ ઝૂંપડા દૂર કરવામાં આવ્યા

રૂ।.ર૯ કરોડની જગ્યા ખૂલી કરાવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના દિગ્જામ ઓવરબ્રિજ પાસે રેલવેની જગ્યા પર થયેલા દબાણ દૂર કરવાની હાથ ધરાયેલી કામગીરીમાં ૭પ પાકા મકાન અને ૧૧૯ ઝૂંપડા પાડી નાખવામાં આવ્યા હતા.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર ઓવરબ્રિજ નીચે ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં પથરાયેલા બાવરીવાસ વગેરે વિસ્તારોમાં રેલવેના રાજકોટથી કાનાલુસ સુધી પાથરવાના બીજા ટ્રેકના કામ માટે દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

રેલવેના અધિકારીઓએ પોલીસને સાથે રાખી દબાણ હટાવ કામગીરી આરંભ્યા પછી ત્યાંથી ૭૫ પાકા મકાન અને ૧૧૯ ઝૂંપડા દૂર કરાવ્યા છે. અંદાજે રૂ।.ર૯ કરોડથી વધુની કિંમતની ૬૦ હજાર ફૂટથી વધુ જગ્યા ખૂલી કરાવાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh