Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુદ્ધવિહાર અને આંબેડકરની પ્રતિમા તૂટ્યા પછી
જામનગર તા. ૧૨: ધ્રોલના જાયવા ગામના એક વૃદ્ધે કાલાવડના ધારાસભ્ય તથા તેમના બહેન, બનેવી, ભાણેજ તેમજ અન્ય વ્યક્તિઓ સામે નોંધાવનારા આક્ષેપ કરતી અરજી એસપીને પાઠવી કાયદાકીય પગલાં ભરવા માગણી કરી છે.
ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા જીવાભાઈ ભીખાભાઈ ઝાલા નામના વૃદ્ધે ધ્રોલના ફૂલવાડી વાસમાં રહેતા અને કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ અમરાભાઈ ચાવડા તેમજ પેટ્રોલપંપ સંચાલક જયંતિભાઈ દેવજીભાઈ ઝાલા, રાજી અમરાભાઈ ચાવડા, શિક્ષક ચિરાગ જયંતિભાઈ ઝાલા, દિલીપ દેવજી પરમાર અને અન્ય પાંચ સામે એસપીને અરજી પાઠવી છે.
અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ ઉપરોક્ત વ્યક્તિઓએ ગઈ તા.પના દિને બુદ્ધ વિહાર અને ડો. આંબેડકરની પ્રતિમાઓ તોડી નાખી પોતાની જમીન ન હોવા છતાં આ સ્થળે તોડફોડ કરાવી છે અને સેંકડો આંબેડકરવાદીઓ અને બૌદ્ધોની લાગણી દુભાવી છે. જે સ્થળે બુદ્ધ વિહાર આવેલુ છે તે જગ્યા સરકારી ખરાબાની છે તેમાં વીજજોડાણ આપવામાં આવ્યું હતું. તે પણ ધારાસભ્યના ઈશારાથી કાઢી નાખવામાં આવ્યું છે.
આ અરજીમાં જીવાભાઈ ઝાલાએ અન્ય પણ આક્ષેપો ધારાસભ્ય તથા તેમના બહેન-બનેવી, ભાણેજ વગેરે વિરૂદ્ધ કરતા ચકચાર જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial