Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ મહિના પહેલાં સિક્કામાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૧૨: જામનગર નજીકના સિક્કા ગામમાં વસવાટ કરતા એક મહિલાની પાંચ મહિના પહેલાં હત્યા થઈ હતી. આ વિધવાને ધરાર પ્રેમસંબંધ રાખવાનું કહી એક શખ્સે મોતને ઘાટ ઉતારી દીધાની મહિલાના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ચાર્જશીટ થયા પછી આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે મૂળ ફરિયાદીના વકીલની દલીલ ગ્રાહ્ય રાખી અરજી નામંજૂર કરી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા નિલમબેન ભાવેશભાઈ નામના મહિલાનો લોહીલુહાણ મૃતદેહ ગઈ તા.૧૪-૮-રપના દિને મળી આવ્યો હતો. આ મહિલાને તિક્ષણ હથિયારથી ગળા તથા માથામાં ઈજા કરાઈ હોવાનું જોવા મળ્યું હતું. મૃતકના ભાઈએ સિક્કા પોલીસ મથકમાં સુખદેવસિંહ વિરાજી જાડેજા સામે ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, તેમના વિધવા બહેન પોતાના બે સંતાન સાથે સિક્કામાં રહેતા હતા તેઓને ધરારથી પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા સુખદેવસિંહે નિલમબેન વશ ન થતાં હોવાથી તેમની હત્યા કરી નાખી છે.
ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી આરોપી સુખદેવસિંહની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. આ કેસનું ચાર્જશીટ રજૂ થયા પછી આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરી હતી. તેની સામે મૂળ ફરિયાદીના વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ દ્વારા દલીલ કરાઈ હતી કે, આરોપીના કબજે કરાયેલા મોબાઈલમાંથી એફએસએલે સ્ક્રીપ્ટ પંચનામાની વિગત તૈયાર કરી મોકલી છે તેને ધ્યાને લેવામાં આવે તો આરોપીનો મૃતક સાથેનો સંપર્ક જણાઈ આવે છે. તે ઉપરાંત અન્ય કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial