Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તાલુકાના ટચુકડા ગામ
દ્વારકા તા. ૬: શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના જતન માટે કટિબદ્ધ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ચાલતા અભ્યાસક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે દ્વારકા તાલુકાના કોરાડા વાડી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રભાઈ સોલંકીએ દ્વારકાનું ગૌરવ વધાર્યું છે.
તેઓએ ડીપ્લોમા ઈન વાસ્તુ શાસ્ત્રની પરીક્ષામાં ૭૬ ટકા ગુણ મેળવી ઉચ્ચ સફળતા હાંસલ કરી છે. અત્રે નોંધનીય છે કે આ અગાઉ પણ તેઓએ સંસ્કૃત સાહિત્યમાં શાસ્ત્રીની પદવી અને વૈદિક ગણિતની પરીક્ષા પણ સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે. જે તેમની શિક્ષણ પ્રત્યેની ધગશ દર્શાવે છે.
તેઓ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસક્રમ પૂરતું જ્ઞાન નહીં પરંતુ એક્ટિવીટી સાથે પ્રોડક્ટીવીટી અને આધુનિકતા સાથે આધ્યાત્મિકતાનું શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ રહી આજની જેન-ઝેડ પેઢીને રીયલની દુનિયામાં સક્રિય કરવા પ્રેરણાદાયી ભૂમિકા ભજવી રહ્યા છે. આ વિચારને તેઓ વાલીગણ અને સમાજમાં ચરિતાર્થ કરવા કટિબદ્ધ છે. સમગ્ર સમાજમાં એક જિવંત, પ્રવૃત્તિશીલ અને આદર્શ શિક્ષક તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૃં પાડવા બદલ તેઓને શાળા પરિવાર તથા તાલુકા તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial