Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રમાં મેઘાએ માઝા મૂકીઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ના મૃત્યુઃ ૧૧,૮૦૦નું સ્થળાંતર

મુંબઈમાં ગઈકાલે ભારે વરસાદ ૫ડ્યો હતોઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૯: મહારાષ્ટ્રમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. આ કારણે ૧૦ના મોત થયા છે અને ૧૧,૮૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે.

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ફરી વરસાદે માઝા મૂકી છે. મહારાષ્ટ્રમાં પણ છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા વરસાદમાં ૧૦ લોકોના મોત થયા છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ ભાગોમાંથી ૧૧,૮૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાસિક જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. જેમાંથી ત્રણનું મૃત્યુ ઘર ધરાશાયી થતાં થયું છે, ધારા શિવ અને અહિલ્યાનગરમાં બે-બે અને જાલના અને યવતલમાલમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

મરાઠાવાડા ક્ષેત્રમાં ગોદાવરી નદી પર બનેલા જયકવાડી ડેમમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે તેના તમામ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. પરિણામે નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના હરસુલ વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૬ મીમી વરસાદ નોંધાયો છે. બીડ, નાંદેડ અને પરભાણી સહિત મરાઠાવડ ક્ષેત્રના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ગોદાવરી નદીના ઉપરના ભાગમાં આવેલા નાસિકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે સોમવારે રેડ એલર્ટ જારી કર્યું હતું. જેમાં જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh