Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંગલાવાડી તથા નવા ભળેલા વિસ્તારોમાં ગંદકી-અસુવિધાઓઃ
ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયા નગરપાલિકા એ ગ્રેડની બની તથા તેની સાથે ગ્રામ પંચાયતોની અનેક સોસાયટીઓ તથા વિસ્તારો ભળ્યા તેમાના શક્તિનગર ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલ બંગલાવાડી વિસ્તાર, કે જેમાં ઢગલાબંધ સોસાયટીઓ તથા વિસ્તારો આવેલા છે. આ વિસ્તારના રહીશોએ સામૂહિક રીતે ૨૬મી એપ્રિલના થનાર મતદાનનો બહિષ્કાર કરવા જાહેર કરતા છેક ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતા !!
આ બંગલાવાડી વિસ્તારમાં કચરો, ગંદકી, ગંદુપાણી વિતરણ, ભૂગર્ભ ગટર તથા ગટરો છલકાવાની વ્યવસ્થા તથા ઠેર ઠેર કચરા, ગંદકીની સ્થિતિથી કંટાળીને આ વિસ્તારના રહીશોએ મતદાન બહિષ્કારની ચિમકી આપતા ગાંધીનગર રાજ્ય પાલિકા કમિશનર દ્વારા રાજયના જી.યુ.ડી.એમ. વિભાગના સુપ્રિ. ઈજનેરની આગેવાનીમાં ખાસ ટીમ ખંભાળીયા દોડી આવી હતી અને જે તે વિસ્તારોમાં ફરી હતી તથા પાલિકાની વ્યવસ્થા અંગે પણ તપાસ કરી રીપોર્ટિંગ કર્યું હતું. પણ આ રીપોર્ટિંગ માન્ય ન રહેતા રાજ્ય કમિશનર દ્વારા ગઈકાલે પાલિકાના રાજકોટ પ્રાદેશિક નિયામક મહેશ જાનીને ખંભાળીયા દોડાવ્યા હતા તથા તેમણે ખંભાળીયા પહોંચીને આ બાબતે કાર્યવાહી કરવા આદેશ કર્યો હોય, ગઈકાલે સાંજે જ પ્રાદેશિક નિયામક જાની ખંભાળીયા આવ્યા હતા તેમણે બંગલાવાડીના ગંભીર પ્રશ્નો અંગે તાકિદે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો અને પાલિકા તંત્રને દોડતું કર્યું હતું.
ખંભળીયા નગરપાલિકા વિસ્તારમાં જે વિસ્તારો ભળ્યા છે તેમાં બંગલાવાડી સહિત પાલિકાના હર્ષદપુર, ધરમપુર, રામનગર, શક્તિનગર સહિતના અનેક વિસ્તારો ભળ્યા અને પાલિકામાં આઠ સીટોનો વધારો થયો પણ ૨૦૨૫ના સપ્ટેમ્બર માસમાં આ વિસ્તારો ભળી ગયાને સાત મહિના થયા છતાં પણ આ વિસ્તારોમાં હજુ સુધી એકપણ કામ મહત્ત્વના રસ્તા, ગટર કે સફાઈ અંગેના કામો થયા જ નથી.
ખંભાળીયા નગરપાલિકા એ ગ્રેડની થતાં તાજેતરમાં બાર કરોડની ગ્રાન્ટ આવી તેમાંથી એક રૂપિયાનું પણ કામ નવા ભળનાર વિસ્તારોમાં કરવામાં આવ્યું નથી તે પણ એક રેકોર્ડ છે. ૪૦/૫૦ કામો એક જ કોન્ટ્રાકટરને આપીને ભ્રષ્ટાચારની શંકા સાથે ચર્ચા જગાવી હતી ત્યારે નવા ભળનાર વિસ્તારો નવી સુવિધા મળવા અને ગ્રામ પંચાયતના ગોબરા વહીવટમાંથી મુક્તિનો આનંદ લેવા માંગતા હતા પણ અત્યારે તો તેમનું કંઈ જ થયું નથી. જો કે, બંગલાવાડીના એક જ વિસ્તારે ઉપાડેલી મતદાન બહિષ્કારની ઝુંબેશના પડઘા છેક ગાંધીનગર સુધી પડતા અન્ય વિસ્તારો આનું અનુકરણ કરે તો નવાઈ નહીં !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial