Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પાંચ શખ્સનું કારસ્તાન ખૂલ્યું:
જામનગર તા. ૧૧: અમદાવાદના એક વેપારીને એક કેમિકલના વેપારમાં કમાઈ લેવાની લાલચ બતાવી રૂ.૩ર લાખ ૭ર હજાર પડાવી લેવાયાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા પછી અમદાવાદની આ શાખાએ જામનગરના પાંચ શખ્સની ધરપકડ કરી છે.
અમદાવાદના મણીનગરમાં વ્યાપાર કરતા એક આસામીને આફ્રિકન ફાર્માસ્યુટીકલ કંપનીના પ્રતિનિધિ તરીકે આવી મળેલા કેટલાક વ્યક્તિઓએ થોડા સમય પહેલાં રૂ.૩ર લાખ ૭૨ હજારની છેતરપિંડી કરી લીધી હતી.
આ ટોળકીએ યુપેટોરીયમ મર્કયુરિયાલિસ લિકવિડ માટે ભારતમાં તેઓ સપ્લાયર શોધી રહ્યા છે તેમ જણાવ્યા પછી અમદાવાદના વેપાર નિહાર વર્માને સકંજામાં લીધા હતા. ભીલવાડામાં આવેલી શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢી ૬૫૦૦ ડોલરના ભાવે એક લીટર કેમિકલ પૂરૂ પાડી શકે તેમ છે અને તે કેમિકલ આફ્રિકામાં ૧૧ હજાર ડોલરમાં વેચી શકાશે તેમ કહી માયાજાળ પ્રસરાવવામાં આવી હતી. તેમાં ફસાઈ ગયેલા વેપારી પાસેથી રૂ.૩૨ લાખથી વધુની રકમ મેળવી ઠગાઇ કરાઈ હતી.
આ બાબતની સાયબર ક્રાઈમ પોલીસે શરૂ કરેલી તપાસમાં જામનગરના દીપ ગોસ્વામી સહિતના પાંચ શખ્સના નામ ખૂલ્યા હતા. આ રકમમાંથી નીતિન ભાટીયા નામના શખ્સના ખાનગી બેંકના ખાતામાં રૂ.ર૭.૨૦ લાખ જમા થયા હતા. આ રકમ પ્રવીણ નંદાણીયા સાથે મળી નીતિને ઉપાડી લીધી હતી અને રૂ.૯.૯૦ લાખની રકમ અસગર પઠાણ નામના શખ્સના ખાતામાં જમા થઈ હતી. સાયબર ક્રાઈમે પાંચેય શખ્સને પકડી લઈ આઠ મોબાઈલ, બે ચેકબુક, એક સીમકાર્ડ કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial