Advertisement
Author: નોબત સમાચાર

ચેલા પાસે મોડીરાત્રે જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા રોકડ, મોબાઈલ, સ્કૂટર, મોટર સહિતનો મુદ્દામાલ ઝબ્બે

ગોકુલનગર રોડ પર તથા દરેડ જીઆઈડીસીમાંથી પત્તાપ્રેમીઓ પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના ગોકુલનગર પાણાખાણમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા નવ પરપ્રાંતીય શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. ચેલા ગામમાં મોડીરાત્રે રોનપોલીસ રમતા પાંચ પત્તાપ્રેમી પકડાઈ ગયા છે. દરેડ જીઆઈડીસીમાંથી પાંચ શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે અને લાલવાડી સોસાયટી નજીક કોળીવાસમાંથી ચાર શખ્સ ઘોડીપાસા વડે જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે રોકડ, મોબાઈલ, સ્કૂટર, મોટર સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં ગઈકાલે સાંજે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના પીઆઈ એન.બી. ડાભીની સૂચનાથી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે શેરી નં.૧૦ના ખૂણા પર દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ગંજીપાના વડે તીનપત્તી રમતા ક્રિષ્ના રામાનંદસિંગ, જીતેન્દ્ર ઘોડા સાવ, અરવિંદસિંગ નંદકિશોરસિંગ યાદવ, બિજેન્દ્ર સુદામાસિંગ કુશવાહ, સોનુકુમાર સુરેશ રવાણી, સંજીતરામ ભરતરામ મોચી, હરેરામ નરેન્દ્રરામ બિહારી, નંદકિશોરરામ પ્રભુનાથ વ્યાસ, સરવણ નની સાવ નામના નવ શખ્સ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૧૧૦૭૦ કબજે કરવામાં આવ્યા છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચેલા ગામ પાસે પેટ્રોલપંપ પાસે ગઈરાત્રે તીનપત્તી રમતા મહેન્દ્ર મનજીભાઈ પરમાર, ધર્મેશ ડાયાલાલ પરમાર, લાલજી રામજી પરમાર, દિપક કાનજીભાઈ કટેશીયા, રાજેશ જીવાભાઈ કણઝારીયા નામના પાંચ શખ્સને પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પકડી લઈ પટમાંથી રૂ.૮૦ હજાર રોકડા, પાંચ મોબાઈલ, એક સ્કોર્પિયો, એક સ્કૂટર મળી કુલ રૂ.૧૯ લાખ ૪૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગરના લાલવાડી વિસ્તાર પાસે કોળીવાસમાં ગઈકાલે સાંજે ઘોડીપાસા વડે જુગાર રમતા રાજેશ સોમાભાઈ મકવાણા, દિનેશગીરી રમણીકગીરી ગોસાઈ, યુસુફ કાદર ગજાઈ ઉર્ફે રાજુ તથા ટીડાભાઈ બાબુભાઈ પરસોંડા નામના ચાર શખ્સને સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી લઈ રૂ.૭૦૭૦ ઝબ્બે લીધા છે.

જામનગર નજીકના દરેડમાં આવેલા જીઆઈડીસી સ્થિત ભૈરવનાથ ચોક સામે ખુલ્લા પ્લોટમાં ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા અખિલેશ બાબુલાલ સાહુ, ભૂપેન્દ્ર રામકુમાર કુશવાહ, રાજુ મુન્નાભાઈ રાજભર, વિજય લલનભાઈ કુશવાહ, ડબલુ ઉમાશંકર રાજભર નામના પાંચ શખ્સને પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે પકડી લઈ પટમાંથી રૂ.૧૧૧૯૦ કબજે કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh