Advertisement
Author: નોબત સમાચાર

માછીમારી કરીને આવેલી બોટ પર બીજી બોટનું જોવા મળ્યું બોર્ડઃ કાનૂની કાર્યવાહી

ટોકન મેળવ્યા વગર જ માછીમારી કરાતા ગુન્હો નોંધાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: ઓખાના ડાલ્ડા બંદર પર ગઈકાલે માછીમારી કરીને આવેલી એક બોટના કાગળ ચકાસાતા તે બોટનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ હોવાનું અને બીજી બોટના કાગળો સાથે રાખી ઓનલાઈન ટોકન મેળવાયાનું ખૂલ્યું છે. જ્યારે એક માછીમારે ટોકન મેળવ્યા વગર જ માછીમારી કરી લેતા તેની સામે ગુન્હો નોંધાયો છે અને એક માછીમારે ટોકનમાંં જણાવેલી વ્યક્તિ કરતા એક વ્યક્તિ ઓછી હોવા છતાં તેનું નામ કમી કરાવતા કાનૂની કાર્યવાહી કરાઈ છે.

ઓખામાં આવેલા ડાલ્ડા બંદર પર ગઈકાલે મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે કરેલા ચેકીંગમાં ઈરફાન મહંમદહુસેન કાદુ નામના આસામીની રોનક-ર નામની આઈએનડી જીજે-૧૧-એમએમ ૨૯૦૦ નંબરની બોટ આવી હતી. તેના કાગળ ચકાસવામાં આવતા બોટનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ જતાં તેના પર અલ-કિરમાણી નામની બોટના રજીસ્ટ્રેશન કાગળ રાખી ઓનલાઈન ટોકન મેળવી ત્રણેક મહિનાથી માછીમારી કરાતી હોવાનું બહાર આવ્યું છે. માછીમાર ભરત પાંચાભાઈ ભાલીયા સામે ગુન્હો નોંધાયો છે.

ખંભાળિયાના આંબલા ગામના સદામ હાસમ સંઘાર નામના માછીમાર ઓનલાઈન ટોકન મેળવ્યા વગર અને હોડીના રજીસ્ટ્રેશન કાગળ સાથે રાખ્યા વગર માછીમારી માટે દરિયામાં જતા તેમની સામે પણ એસઓજીએ ગુન્હો નોંધ્યો છે.

ઓખાના ડાલ્ડા બંદર પર જ કપિલ રાજાભાઈ ચુડાસમા નામના કોડીનારના શખ્સે માછીમારી કરવા જવા માટે ફીશરીઝ વિભાગ પાસેથી ટોકન મેળવ્યું હતું. ટોકનમાં જણાવેલી વ્યક્તિમાં એક વ્યક્તિ ઓછી હોવા છતાં તેનું નામ કમી કરાવ્યા વગર જ માછીમારી કરવા જતા કપિલ ચુડાસમા સામે કાર્યવાહી કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh