Advertisement
Author: નોબત સમાચાર

આરોગ્યના અધિષ્ઠાતા ભગવાન ધન્વન્તરિનો પ્રાગટ્ય દિવસઃ ધનતેરસ

આયુર્વેદમાં રોગો, કારણો, લક્ષણો, ઉપચારની આઠ ફેકલ્ટી છે

                                                                                                                                                                                                      

અતિ પ્રાચીન કાળથી ભારતીય પ્રજામાં ભગવાન ધન્વન્તરિ પ્રત્યે આદરભાવ રહેલો છે. શાસ્ત્રો-પુરાણોમાં ભગવાન ધન્વન્તરિ સાક્ષાત વિષ્ણુનો અવતાર માનવામાં આવેલ છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વન્તરિનું પ્રાદુર્ભાવ થયો હતો. તેથી વૈદ્ય સમાજ અને ભારતની પ્રજા આ દિવસે તેમનું પૂજન-અર્ચન કરીને ધન્વન્તરિ ત્રયોદશી-ધન્વન્તરિ જયંતી ઉજવે છે. સમુદ્ર મંથ સમયે હાથમાં આયુર્વેદરૂપી અમૃતકુંભ લઈને ધન્વન્તરિ ભગવાન અવતર્યા હતાં. તેથી તેમને આરોગ્યના દેવ તરીકે પૂજવામાં આવે છે. આયુર્વેદની સુશ્રુત સંહિતામાં ધન્વન્તરિ દેવોના ઘડપણ અને મૃત્યુને હરનારા કહેલ છે.

આયુર્વેદમાં કુલ નીચે મુજબની ૮ (આઠ) શાખાઓ (ફેકલ્ટીઓ) આપેલ છે. જેમાં તમામ પ્રકારના રોગો, તેના કારણો, લક્ષણો, ચિકિત્સા વિગેરે સમાઈ જાય છે.

૧. કાર્યચિકિત્સા (જનરલ મેડીસીન), (ર. શલ્યચિકિત્સા (જનરલ સર્જરી), ૩. શાલાક્ય ચિકિત્સા (આંખ, કાન, નાક, ગળુ તથા દાંતના રોગો), ૪. ભૂતવિદ્યા (મનોવિજ્ઞાન સાયકોલોજી), પ. અગદતંત્ર (વિપવિજ્ઞાન-ટોક્ષીકોલોજી), ૬. કોમારભૂત્વ (બાળરોગ-પ્રસૂતિવિજ્ઞાન), ૭. રસાયનતંત્ર (વૃદ્રાવસ્થા અટકાવનાર તથા રોગ પ્રતિકારક સક્તિ વધારનાર વિજ્ઞાન), ૮ વાર્જિકરણ તંત્ર (સેક્સ વિજ્ઞાન અને ચિકિત્સા).

સંસારના લોકોને દીર્ઘ-નિરોગી આરોગ્ય-આયુષ્ય, ઐશ્વર્ય આપનાર એવા આદિ વૈદ્ય તથા સુષ્ટિલોકના મનુષ્યો તથા વૈદ્યોના દેવતા અને આયુર્વેદના પારંગત ભગવાન ધન્વન્તરિને ધનતેરસને દિવસે ખાસ યાદ કરી સાથે સાથે આયુર્વેદ શાસ્ત્રના આચાર્ય-મહર્ષિ ચરક, સુક્ષુત, વાગ્ભટ આદિએ બતાવેલ પોતાના ગ્રંથોના માર્ગદર્શન મુજબ આયુર્વેદશાસ્ત્રને ચિકિત્સા પદ્ધતિને સમાજમાં વધુ લોકભાગ્ય બનાવવા માટે આવો, આપણે સૌ સાથ મળીને આ દિશામાં સક્રિય થઈએ.

ધર્મ, અર્થ તથા સુખસાધનના આધારભૂત દીર્ઘ જીવનની ઈચ્છા રાખનારે આયુર્વેદના ઉપદેશમાં પરમ આદર રાખવો જોઈએ. કહેવાયું છે કે, આયુર્વેદ અમૃતાનામ જગતના તમામ અમૃતોમાં આયુર્વેદ શ્રેષ્ઠ અમૃત છે.

સંકલનઃ વૈદ્ય ડી.પી. મહેતા

આયુર્વેદાચાર્યા-વરવાળા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh