Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી સોમવાર તા. ૧૭/૧૧ ના દિને
દ્વારકા તા. ૧૪: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-દ્વારકા, રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-(રાજકોટ, માતુશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે. ચે. ટ્રસ્ટ-(દ્વારકા) ના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૭-૧૧-ર૦રપ (સોમવાર) ના સવારે ૯-૩૦ થી ૧૧ વાગ્યા સુધી દ્વારકાના નાગેશ્વર રોડ પર ગીજુભાઈના બાલમંદિર પાસે સ્વામિનારાયણ આશ્રમમાં ૧૧૯ મા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નેત્ર નિદાન કેમ્પનું રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ (રાજકોટ) ના આંખના ડોક્ટર્સની ટીમ સેવા આપશે. દર્દીઓનું નેત્ર નિદાન કરી જરૂરિયાતમંદ, દર્દીઓને દવા આપવામાં આવશે, તેમજ મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને કેમ્પના દિવસે રાજકોટ લઈ જઈ આધુનિક ફેકો મશીનથી વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણિ બેસાડી પરત દ્વારકા લાવવામાં આવશે. દર્દીઓને લાવવા-લઈ જવા, રહેવા-જમવાની વ્યવસ્થા પણ નિઃશુલ્ક કરેલ છે.
આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહિં. કેમ્પના દિવસે જ સવારે ૯ થી ૧૦-૩૦ સુધી દર્દીઓ નામ નોંધાવી શકશે. કેમ્પ અંગે વધુ માહિતી માટે અશ્વિનભાઈ ગોકાણી (દ્વારકા-મો. ૯૮૭૯૧ ૭૭૧૪૦), દિલીપભાઈ કોટેચા (મીઠાપુર-મોફ ૯૮ર૪ર ૩૮૧૬૩), હસમુખભાઈ કાનાણી (સૂરજકરાડી-મો. ૮૧ર૮પ ૯પ૯પ૬), સાથે જનાર વોલેન્ટિયર પ્રફુલભાઈ પાઉ (મો. ૬૩પર૪ ૯૮૦૧૭), ભાવેશભાઈ શુક્લ (દ્વારકા) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial