Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર ભાજ૫ દ્વારા ભાજપ કાર્યાલય પાસે યોજાયો કાર્યક્રમઃ પરસ્પર મીઠા મોઢા કરાવાયા
મહારાષ્ટ્રમાં, બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેની ગઈકાલ તા. ૧૬ ના મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્રની ર૯ માંથી રપ માં ભાજપને બહુમતી મળી હતી અને સત્તા તરફ પ્રયાણ કર્યુ હતું. મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) ઓ ભાજપ - ગઠબંધનના થયેલા વિજયની ગઈકાલે જામનગર શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મોઢા મીઠા કરાવી ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઈ નાખવા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, પૂર્વ કોર્પોરેટરો, પક્ષના કાર્યકરો વિગેરે જોડાયા હતાં
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial