Advertisement
Author: નોબત સમાચાર

એમ.એસ. યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનીંગ થતા હોસ્પિટલમાં

વાઈસ ચાન્સેલર અને ચીફ વોર્ડન હોસ્પિટલે દોડ્યાઃ

                                                                                                                                                                                                      

વડોદરા તા. ૯: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનીંગ થતા તંત્રમાં દોડધામ મચી હતી અને વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરી હતી.

વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ૧૦૦ ઉપરાંત વિદ્યાર્થિનીઓને મંગળવારની રાત્રે ભોજન લીધા પછી ફૂડ પોઈઝનીંગ થતા દોડધામ મચી ગઈ હતી. મધરાત્રે પોલીસ જીપ, એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો, રિક્ષાઓ એમ જે પણ વાહન મળ્યું તેના થકી ૮૦ જેટલી વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ભોજન લીધા પછી વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુઃખાવાની અસર થતા દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને ચીફ વોર્ડન સહિતના લોકો સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતાં. હાલમાં વિદ્યાર્થિનીઓની તબિયતમાં સુધારો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોટાભાગની વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં એસ.ડી. હોલમાં રહે છે. તેમણે મંગળવારે રાત્રે ભોજનમાં પનીરનું શાક, રોટલી અને ખીર જેવી વાનગીઓ ખાધી હતી. રાત્રે ૧૧ વાગ્યા બાદ વિદ્યાર્થિનીઓને પેટમાં દુઃખાવા અને ઉલટી થવા માંડી હતી. હોસ્ટેલમાં વોર્ડનને આ બાબતની જાણ કરાઈ હતી, ત્યાં સુધીમાં સેંકડો વિદ્યાર્થિનીઓ બીમાર થઈ ગઈ હતી. પ્રાથમિક તબક્કે વાસી ભોજન કે બગડેલી વાનગીઓ પીરસવામાં આવી હોવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. મેસ કોન્ટ્રાક્ટરની બેદરકારીની છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે તેવું હાલમાં સત્તાધીશોનું કહેવું છે.

ઘટના પછી આજે વહેલી સવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ્સ અને પોલીસની ઘટનાસ્થળે પહોંચી સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. મેસના રસોડામાંથી હલકી કક્ષાના બટાકા અને ડુંગળી મળી આવ્યા હતાં. આ અંગે ફૂડ સેફટી અધિકારીએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ટીમ મેસની તપાસ અર્થે પહોંચી તો સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી અમે નોટીસ ફટકારીશું. ત્રણ જેટલા ફૂડ ઈન્સ્પેક્ટર તપાસ કરી રહ્યાં છે. વિવિધ નમૂનાઓ લેવામાં આવી રહ્યાં છે. આ સાથે એફએસએલની ટીમ પણ સાથે જોડાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh