Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દંડવત કરીને કમિશ્નરને રજૂઆત કરવા જઈ રહ્યા હતાં:
જામનગર તા. ૩: જામનગરના રેંકડીધારકોને થતી કનડગતના મુદ્દે આજે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા ધરણા કરવામાં આવ્યા પછી દંડવત પ્રણામ કરીને કમિશનર સમક્ષ રજૂઆત કરવા જતા હતાં, ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી.
જામનગરમાં જુની આર.ટી.ઓ. કચેરી પાસે ૧૧ રેંકડીઓને મહાનગરપાલિકા દ્વારા દૂર ખસેડવાની કાર્યવાહી કરવા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા રેંકડીધારકોની વહારે આવ્યા હતાં, અને તેઓ નડતરરૂપ ન હોય ત્યાં ધંધો કરવા દેવાની પરવાનગી આપવા માગણી કરી હતી.
તેમણે કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, શહેરમાં વધુ ટ્રાફિક તો જી.જી. હોસ્પિટલ માર્ગે થાય છે, ત્યાં સામે આવેલ દુકાનોના કારણે અહિં ટ્રાફિક સમસ્યા થાય છે. બર્ધનચોકમાં પણ સવાર-સાંજ બે-બે કલાક પથારાવાળાઓને ધંધો કરવાની છૂટ આપવામાં આવે તો ગરીબો પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે. જો જુની આર.ટી.ઓ. કચેરી પાસેથી ૧૧ રેંકડીઓ નડતરરૂપ હોય, દૂર ખસેડવી હોય તો હોસ્પિટલ સામેની દુકાનો સામે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ તથા પંચેશ્વર ટાવર માર્ગ, ત્રિશાલી પાંઉભાજીવાળા ટેબલ-ખુરશી રોડ ઉપર ગોઠવે છે. તેની સામે પણ પગલાં લેવા જોઈએ, ઉપરાંત મહાનગરપાલિકા કચંરીમાં એક જ સ્થળે ત્રણ વર્ષથી નોકરી કરતા અધિકારી-કર્મચારીની અરસપરસ બદલી કરવી જોઈએ. આ તમામ મુદ્દે આજે લાલબંગલા સર્કલમાં રચનાબેન નંદાણિયાએ ધરણા કર્યા હતાં. આ પછી દંડવત પ્રણામ કરતા તેઓ કમિશનર સમક્ષ રજૂઆત કરવા જતા હતાં, પરંતુ આ કાર્યક્રમની મંજુરી નહીં હોવાથી પોલીસે તેમની અટકાયત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial