Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહીદ દિન નિમિત્તે 'એક શામ શહીદો કે નામ'
ભારતના ત્રણ મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને અંગ્રેજ સરકાર દ્વારા ૧૯૩૧ના ૨૩મી માર્ચે ફાંસી આપવામાં આવી હતી. આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. શહીદ દિનની પૂર્વ સંધ્યાએ ભાજપ યુવા મોરચા દ્વારા 'એક શામ શહીદો કે નામ' શીર્ષક હેઠળ દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વીર શહીદ અશોકસિંહ જાડેજા, રમેશભાઈ જોગલ તથા હરીલાલ મકવાણાના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો. ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુમ્મર, યુવા મોરચાના અધ્યક્ષ સહદેવ ડાભી, યુવા મોરચા પ્રભારી સુખદેવભાઈ દલવાણીયા, પ્રદેશ યુવા મોરચા મંત્રી કુલદીપસિંહ જાડેજા સહિત વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ પ્રભારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરે જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial