Advertisement
Author: નોબત સમાચાર

યુવા દલિત સમાજ, સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજનું આવેદન

ધ્રોલની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના આત્મહત્યાના પ્રકરણમાં ઊંડી અને નિષ્પક્ષ તપાસની માગણીઃ

                                                                                                                                                                                                      

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકની જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયમાં ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી અને તે શાળાની હોસ્ટેલમાં જ વસવાટ કરતી હિરલ વિજયભાઈ હાથીયા નામની વિદ્યાર્થિનીનો ગઈ તા.૭ના દિને હોસ્ટેલમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તે પછી જામનગરના યુવા દલિત સમાજે શાળાના ટ્રસ્ટી સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં બનાવ બપોરના બેથી ત્રણની વચ્ચેનો હોવાનું અને સાંજે સાડા છએક વાગ્યે મૃતક વિદ્યાર્થિનીના પિતાને જાણ કરાઈ હોવાનું જણાઈ આવતા શંકાસ્પદ ગણાતી આ બાબત અંગે યુવા દલિત સમાજ, જામનગર દ્વારા આજે રેન્જ આઈજી જોગનું આવેદન એસપીને સુપ્રત કર્યું છે. આવેદનમાં યુવા દલિત સમાજે જણાવ્યા મુજબ આગલા દિવસે જ હિરલને તેના વાલીઓ હોસ્ટેલ મૂકવા ગયા હતા અને રૂમમાં સાથે રહેલા અન્ય વિદ્યાર્થિની સોમવારે આવવાના હતા. તે દરમિયાન એકલા રહેલા હિરલબેને આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું છે ત્યારે તરૂણીના પિતા પણ આ બનાવ હત્યાનો હોવાનું જણાવી રહ્યા છે. તેથી આ બનાવની નિષ્પક્ષ તપાસ કરવા અને શિક્ષણધામમાં પેસી ગયેલા આવા તત્ત્વોને સજા ન થાય ત્યાં સુધી ગુજરાતમાં શાળાઓમાં એકપણ દીકરી સલામત નહીં રહે તેમ જણાવાયું છે. આ બનાવ અંગે જામનગર (હાલાર)ના સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા પણ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ આ તરૂણી પોતાના પરિવારને અગાઉ કહેતી હતી કે ગૃહમાતા મને ટોર્ચર કરે છે અને ભેદભાવ રાખે છે. તે ઉપરાંત જાતિવાદી શબ્દોથી અપમાન પણ કરે છે.

જ્યારે વિદ્યાર્થિનીના પિતા વિજયભાઈ હાથીયાના કહેવા મુજબ તેઓની દીકરીએ જ્યાં ગળાફાંસો ખાધો હતો ત્યાંના વીડિયો, ફોટા જોતા તેણીના પગ જમીન પર અડકેલા છે અને પગ વળી ગયેલા પણ જોવા મળી રહ્યા છે. તેમજ પગના પંજાના ઉપરના ભાગમાં હાથની આંગળીઓના નિશાન છે તેથી કોઈએ આ વિદ્યાર્થિનીના પગ પકડ્યા હોય તેમ પણ જણાઈ રહ્યું હોય, બનાવ શંકાપ્રેરક બની રહ્યો છે. બનાવના દિવસના સીસીટીવી ફૂટેજ તથા ત્યાંના રજીસ્ટરને પણ ચેક કરવા માગણી કરાઈ છે. આજે આવેદન આપતી વખતે સમાજના સંખ્યાબંધ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh