Advertisement
Author: નોબત સમાચાર

નયારા એનર્જીના સયહોગથી હાલારના બંને જિલ્લાના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને અપાઈ સોફટ સ્કિલ્સ ટ્રેનીંગ

વાડીનાર, સિંહણ, મોટા લાખિયામાં પશુસંવર્ધન અંગે કાર્યક્રમોઃ મોટા માંઢા ગૌશાળા નવીનીકરણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: નયારા એનેજીર્ના સહયોગથી જામનગર અને દ્વારકા જિલ્લામાં  રોજગાર કૌશલ્ય અંગેની સોફ્ટ સ્કિલ્સ તાલીમ પૂર્ણ કરનારા ૫૦૦થી વધુ સ્થાનિક યુવાનોને અધિકારીગણની ઉપસ્થતિમાં પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીએસઆર અંતર્ગત વિવિધ પ્રકલ્પો પણ યોજાયા હતા જેની સરાહના ગ્રામજનો દ્વારા કરાઈ હતી.

નયારા એનજીર્ની  ઔદ્યોગિક સામાજિક જવાબદારીની પહેલ  અને  પ્રોજેક્ટ એક્સેલ હેઠળ વિવિધ શૈક્ષિણક અને રોજગારલક્ષી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર, વાડીનાર  તથા ખંભાળિયાના યસ કેન્દ્રો, જામનગર ટેક્નિકલ કેન્દ્ર  તેમજ જામનગર અને દ્વારકા જિલ્લાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓને  ૨૧મી સદીના સોફ્ટ સ્કિલ્સ પ્રોગ્રામ હેઠળ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ પૂર્ણ કરનારા ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જામનગર  અને ધ્રોલ આઇટીઆઇના અધિકારીગણની હાજરીમાં જામનગર શહેરમાં યોજાયો હતો.

આ તાલીમ પૂર્ણ કરનારા વિધાર્થીઓએ સોફ્ટ સ્કિલ્સ ડેવલપ માટે નયારા એનેર્જી દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટની સરાહના કરી હતી. અત્રે નોંધનીય છે કે આ પ્રોજેક્ટ હેઠળ તાલીમ પામેલા ૩૨૬ વિધાર્થીઓને પ્લેસમેન્ટ તક પણ મળી છે.

નયારા એનેર્જી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહૃાા છે જેમાં તાજેતરમાં પ્રોજેક્ટ ગ્રામ સમૃદ્ધિ અંતર્ગત પશુધનને સ્વચ્છ આશ્રય મળી રહે એ માટે મોટા માંઢા ગામમાં શ્રી અવલ ગૌ સેવા સમિતિની સાથે ગૌશાળાનું નવીનીકરણ કરાયું હતું. જેનું ઉદ્ઘાટન સરપંચ, સમિતિના સભ્યો અને સમાજના અગ્રણીઓની હાજરીમાં કરાયું હતું.

પશુધન વિકાસમાં શ્રેષ્ઠ પ્રથાઓને પ્રોત્સાહન મળે એ માટે કાકાભાઈ સિંહણ અને મોટા લાખિયા ગામમાં વાછરડાની પ્રદર્શન રેલી યોજાઈ હતી. જેમાં ૩૦૦થી વધુ ખેડૂતોએ ભાગ લઇ પશુધન સંવર્ધનમાં સહયોગ, માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉપરાંત વાડીનાર ગામમાં બકરીના પશુપાલન સાથે સંકળાયેલા હિસ્સેદારો માટે પણ માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૦થી વધુ હિસ્સેદારો જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh