Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી કચેરીઓ-એકમો પાસે
ખંભાળિયા તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકા એડીશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા ગત્ તા. ૪-૪-ર૦રપ ના બોમ્બે પોલીસ એક્ટ ૧૯પ૧ ની કલમ ૩૯(૩) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરીને દ્વારકા જિલ્લામાં આવેલ તમામ કચેરીઓ કે રાજ્ય સરકારના સાહસોની કે તેમના તાબાની કચેરીઓના કમ્પાઉન્ડ તથા મુખ્ય જાહેર માર્ગ પર ઉપવાસ, ધરણાં, ભૂખ હડતાલ પર બેસવા કે ચાર કે તેથી વધુ માણસોને એકત્રિત થવા કે સભા સરઘસ જેવા કાર્યો, સૂત્રોચ્ચારો અંગે તા. ૪-૪-ર૦રપ થી તા. ૩-૪-ર૦ર૬ એક વર્ષના સમય માટે પ્રતિબંધ મૂકાયો હતો.
આ જાહેરનામાના વિરોધમાં દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ રામભાઈ આંબલિયાએ તેમના એડવોકેટ ઝમીર શેખ મારફતે નામદાર હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા કોર્ટ દ્વારા સુનવાણીમાં રાજ્ય સરકારને નોટીસ ફટકારીને આગામી સુનાવણીમાં વિશેષ વિગતો નક્કી કરી હતી. અધિક કલેક્ટરને જાહેરનામાને હાઈકોર્ટમાં પડકારવાના આ પ્રથમ બનાવે સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial