Advertisement
Author: નોબત સમાચાર

અલીયાબાડામાં ગંજીપાનાથી જુગાર રમતા જામનગરના ત્રણ ઝડપાયાઃ રોકડ કબજે

પોલીસે પટમાંથી ચાર મોબાઈલ પણ જપ્ત કર્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના અલીયાબાડા ગામ પાસે શનિવારે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા એક યુવાન, પ્રૌઢ તથા વૃદ્ધ પોલીસના દરોડામાં ઝડપાયા છે. પટમાંથી રોકડ, ચાર મોબાઈલ મળી રૂ।.૩૮,૮૭૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગર તાલુકાના અલીયાબાડા ગામ પાસે ધાર વિસ્તારમાં શનિવારે બપોરે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈને જુગાર રમતા હોવાની બાતમી પરથી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી હાપા નજીક ક્રિષ્ના પાર્કમાં રહેતા વિજયભાઈ મુળનારાયણ પુરોહિત, પંચવટી પાસે રહેતા આશિષ સુભાષભાઈ દત્તા, પંચેશ્વર ટાવર નજીક કચેરી ફળીમાં રહેતા નિલેશભાઈ વલ્લભભાઈ પઢીયાર નામના ત્રણ વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૨૫૩૭૦ રોકડા, ચાર મોબાઈલ કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh