Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨: જામનગર મહાનગરપાલિકાની પ્રણાલી મુજબ સૌ પ્રથમ મ્યુનિ. કમિશનરે અંદાજપત્રનો મુસદ્દો સ્થાયી સમિતિમાં રજૂ કર્યો હતો. ત્યાર પછી સ્થાયી સમિતિની બેઠકમાં તેમાં સુધારા-વધારા કરવામાં આવ્યા અને કમિશનરે સૂચવેલા કેટલાક કર દરોમાં ઘટાડો કરી અંદાજપત્ર સ્થાયી સમિતિમાં મંજુર કરી દેવાયું છે.
હવે...આ બજેટ આગામી તા. ૧૮મી ફેબ્રુઆરીએ યોજાનાર મહાનગરપાલિકાની સામાન્ય સભા(અંદાજપત્ર બેઠક)માં રજુ થનાર છે.
નવાઈની વાત એ છે કે સ્થાયી સમિતિએ મંજુર કરેલ અંદાજપત્રની નકલ મનપાના દરેક ચૂંટાયેલા કોર્પોરેટરોને જનરલ બોર્ડની તારીખ અગાઉ કમસે કમ એક અઠવાડિયા અગાઉ અભ્યાસ માટે મોકલી આપવાની હોવા છતાં આ લખાય છે ત્યાં સુધી હજી કોઈ કોર્પોરેટરને મોકલવામાં આવી નથી.
આથી વિપક્ષના નેતા ધવલભાઈ નંદાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સભ્યોને બજેટની નકલ વેલ બીફોર ટાઈમ મોકલવામાં આવે તો કોર્પોરેટરો તેનો અભ્યાસ કરી બજેટની ચર્ચામાં સક્રિયપણે ભાગ લઈ શકે છે. અને પોતાના વોર્ડ-વિસ્તારના ભાવિ આયોજન અંગે જાણકારી મેળવી સૂચનો-રજૂઆત કરી શકે છે.
પણ...મનપાના ભાજપના શાસકોને કદાચ શંકા કે ચિંતા છે કે બજેટ અંગે વિપક્ષ દ્વારા કોઈ વાંધા-સૂચનો રજૂ થાય તો?? ગત વર્ષોના અંદાજપત્રોમાં રજૂ કરાયેલા આયોજનોમાંથી કેટલા પરિપૂર્ણ થયા ? કેટલા આયોજનો ફરીથી બજેટમાં રીપીટ કરવામાં આવ્યા છે ?
અગાઉના બજેટમાં મોટી મોટી જાહેરાતો થયા પછી હાથ જ નહીં ધરાયેલા કે શંકાસ્પદ રીતે ભૂલાઈ ગયેલા કામો અંગે શા માટે કાર્યવાહી થઈ નહીં ?
આ પ્રકારના અનેક પ્રશ્નો/વિરોધ ઉઠવા જ ન પામે તેવા ઈરાદા સાથે જ કદાચ મનપાના ભાજપના શાસકો વિપક્ષના સભ્યો સહિત કોર્પોરેટરોને બજેટની નકલ સરક્યુલેટ કરતા નથી...ભાજપના કોર્પોરેટરોને તો પક્ષના શિસ્તના કારણે કોઈ વાંધા-સૂચનો રજૂ કરવાના સવાલ જ નથી, અને માત્ર આંગળી ઊંચી કરીને બજેટ મંજુર કરવા સિવાય કોઈ મતલબ નથી તેવી હાલત છે.
આ સંજોગોમાં વહેલીતકે બજેટની સંપૂર્ણ વિગતો સાથેની નકલ વિપક્ષ સહિત તમામ કોર્પોરેટરોને મળી જાય તેવી વ્યવસ્થા કરવા તેમણે માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial