Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી ૨૯૮૮ ગ્રામ ગાંજા સાથે એકની અટકઃ અન્ય બેની સંડોવણી જાહેર

ગુલાબનગર પાસેથી પકડી લેતી એસઓજીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના ગુલાબનગર પાસે આવેલી એક દરગાહ સામેથી ગઈકાલે રાત્રે એક શખ્સને એસઓજીએ ૨ કિલો ૯૮૮ ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો છે. તેણે ગાંજાનો જથ્થો આપનાર શખ્સ તથા એક રિક્ષાચાલકની સંડોવણી પણ હોવાનંુ કબૂલ્યું છે. ત્રણેય સામે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

જામનગર-રાજકોટ રોડ પર આવેલા જામનગરની ભાગોળના ગુલાબનગર પાસે એક દરગાહ સામે ગઈકાલે સાંજે એક શખ્સ ગાંજાના જથ્થા સાથે આવ્યો હોવાની બાતમી એસઓજીને મળતા પીઆઈ બી.એન. ચૌધરીના વડપણ અને પીએસઆઈ એસ.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ વોચમાં ગોઠવાઈ હતી.

તે દરમિયાન ખોડિયાર કોલોની નજીક જાગૃતિનગર પાસે નિલકમલ સોસાયટીમાં રહેતો હસમુખ પરસોત્તમ પરમાર નામનો બાવરી શખ્સ મળી આવ્યો હતો. તેની તલાશી લેવાતા તેની પાસેથી ૨૯૮૮ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

ગાંજાનો જથ્થો કબજે કરી એસઓજીએ હસમુખની પૂછપરછ કરતા તેણે આ જથ્થો નિલકમલ સોસાયટીવાળા મનસુખ ગોપાલભાઈ પરમાર પાસેથી લીધો હોવાની અને પાલનપુરના એક રિક્ષા ચાલકની પણ સંડોવણી હોવાની કબૂલાત આપતા એસઓજીએ ત્રણેય સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh