Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ગ અને મકાન વિભાગ ૫ંચાયત દ્વારા
જામનગર તા. ૧૪: જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણાની કામગીરીને વેગ આપતા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણ માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બંને કામોથી સ્થાનિક ગામોના હજારો વાહનચાલકો અને રહેવાસીઓને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. જેમાં મોટા વાગુદડ સગાડીયા ધરમપુર રોડનું કામ કિસાનપથ યોજના હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. આ રસ્તા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૫ કરોડનો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. ધ્રોલ તાલુકામાં આવેલો આ ૧૪ કિલોમીટર લાંબો રસ્તો મોટા વાગુદડથી સગાડીયા થઈને મોડપર સુધીના ગામોને જોડે છે અને તે તાલુકાનો એક અગત્યનો માર્ગ છે. વરસાદના લીધે રસ્તાના અનેક ભાગોમાં ખાડા પડી ગયા હતા અને સપાટી ખૂબજ નબળી પડી ગઈ હતી. આ રસ્તાની સપાટી સુધારણાની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મેટલીંગ, ડામરકામ, પ્રોટેક્શન વર્ક, સાઈડ સોલ્ડર્સ અને રોડ ફર્નિચરની જોગવાઈ કરવામાં આવી છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.બી.છૈયા તથા નાયબ કાર્યપાલક ઈજનેર એસ.વી. બાવીશી દ્વારા આ કામગીરી સત્વરે હાથ ધરાવીને બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવનાર છે.
સાથે જ હાપા-ઠેબા રોડ સુધારણાનું કામ પણ હાથ ધરાયું છે. જામનગર તાલુકામાં આવેલ આ ગ્રામ્ય રસ્તાની સપાટી સુધારણાની જરૂરિયાત ઊભી થતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તા માટે રૂ. એક કરોડની રકમનો જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. આ રસ્તાની સપાટી સુધારણાની કામગીરી પણ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવી છે. અને તેને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે. આ કાર્ય પૂર્ણ થતાં હાપા અને ઠેબા ગામો તરફ જતા વાહન ચાલકોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. આમ, બંને રસ્તાઓની સપાટી સુધારણાની કામગીરી સત્વરે પૂર્ણ થવાથી આ વિસ્તારના ગ્રામ્ય પ્રજાજનોની લાંબા સમયની માગણી સંતોષાશે અને રોડ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial