Advertisement
Author: નોબત સમાચાર

મજૂરીના બાકી પૈસા આપવામાં મોડું થતાં યુવાન પર ચાર શખ્સનો હુમલો

તલવાર, છરી, પાઈપથી માર મરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા સુભાષ પાર્ક પાસે એક યુવાન પર ચાર શખ્સે છરી, તલવાર, પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. એક હુમલાખોરને એક દિવસની મજૂરીના પૈસા આપવામાં બે દિવસ મોડું થતાં હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

જામનગરના રણજીત સાગર રોડ પર સુભાષ પાર્કમાં રહેતા અને ફળની રેંકડી ચલાવતા અતુલભાઈ મહેશભાઈ ઠાકેડા નામના યુવાને એક દિવસની મજૂરીના પૈસા સુભાષપરામાં વસવાટ કરતા દશરથ હિતેશભાઈ પરમારને આપવાના બાકી હતા. તે રકમ આપવામાં બેએક દિવસ મોડું થઈ ગયું હતું. તેથી ફોનમાં રોહિતને ગાળો ભાંડવામાં આવી હતી.

ત્યારપછી સોમવારે રાત્રે સુભાષપાર્ક પાસે અતુલભાઈ હતા ત્યારે ત્યાં તલવાર, પાઈપ, છરી સાથે ધસી આવેલા અનિલ ભગાભાઈ ચુડાસમા, રાહુલ રાજેશ ચુડાસમા, દશરથ હિતેશભાઈ, જેકી કિશનભાઈ ચુડાસમા નામના ચાર શખ્સે હુમલો કરી માર મારવા ઉપરાંત વચ્ચે પડેલા રાકેશને પણ  ખભ્ભામાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. લોહીલુહાણ અતુલભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ ગઈકાલે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh