Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યા સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં સ્વાસ્થ્ય સુધરે, વાદ-વિવાદથી દૂર રહેવું
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કે પડતર રહેલા કાર્યો પૂર્ણ કરી શકશો, તેમાં ભાઈ-ભાંડુનો સાથ-સહકાર આપને પ્રાપ્ત થાય. વડીલ વર્ગ, માતા-પિતાના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય બાબતે આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. તા. ૧૩ થી ૧૬ પારિવારિક કાર્ય થાય. તા. ૧૭ થી ૧૯ સ્વાસ્થ્ય સુધરે.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા કાર્યબોજ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓને કારણે આપને કાર્યબોજનો અનુભવ થાય. આપ સતત વ્યસ્ત રહેતા જણાવ. કામનું ભારણ આપના ચહેરા ઉપર સ્પષ્ટ જોવા મળે. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ વાદ-વિવાદભર્યું બની રહે. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્ય ધીમે ધીમે સુધરતું જોવા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન વિલંબમાં પડી શકે. તા. ૧૩ થી ૧૬ કાર્યબોજ. તા. ૧૭ થી ૧૯ સાનુકૂળ.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે ઉત્સાવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની અંદર એક નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે. ધાર્ય કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરશો તેમજ તેનું શુભ પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા દેખાય છે. આરોગ્ય અંગેની બેદરકારી આપને ગંભીર નુક્સાન પહોંચાડી શકે છે. ખાનપાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. તા. ૧૩ થી ૧૬ મધ્યમ. તા. ૧૭ થી ૧૯ શુભ પરિણામ મળે.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે નફા-નુક્સાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ મળતી જણાય. આવકના નવા સ્ત્રોતો ખૂલતા જણાય. પારિવારિક ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય સ્થિતિ મધ્યમ બની રહે. આર્થિક સ્થિતિ ઉતાર-ચઢાવભરી જણાય. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ થાય. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકો માટે કાર્ય પ્રગતિ થાય. મહત્ત્વના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૧૩ થી ૧૬ ખર્ચાળ. તા. ૧૭ થી ૧૯ લાભદાયી.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ નવી પ્રવૃત્તિ કે નવી દિશામાં આગળ વધી શકશો. વ્યાપાર-વ્યવસાયમાં વિકાસ થતો જોવા મળે. લાંબા સમયથી ચાલી આવતી મંદી દૂર થતી જાય. જાહેરજીવન ક્ષેત્રે ગુમાવેલ પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી શકશો. વડીલ વર્ગ, માતા-પિતા તરફથી લાભ થાય, જો કે તબિયત અંગે કાળજી રાખવી અનિવાર્ય બની રહે. નોકરીમાં સહકર્મચારી તરફથી સાથ-સહકાર પ્રાપ્ત થાય. પડવા-વાગવાથી સાચવવું. તા. ૧૩ થી ૧૬ સફળતાદાયક. તા. ૧૭ થી ૧૯ સામાન્ય.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનું બગડેલું સ્વાસ્થ્ય પાછું સુધરતું જણાય છે. શારીરિક તથા માનસિક રીતે આપ પ્રફૂલ્લિત બનશો. આપની કાર્યક્ષમતામાં વધારો થતો જવા મળે. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક જીવનમાં શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાંડુ સાથે કોઈ અણબનાવ કે મનદુઃખ હશે તો તેને દૂર કરી શકશો. પારિવારિક સંબંધો મજબૂત બનતા જણાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૧૩ થી ૧૬ આરોગ્ય સુધરે. તા. ૧૭ થી ૧૯ પ્રવાસ.
Libra (તુલા: ર-ત)
આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થાય છે. આ દિવસોમાં ધીરજની કસોટી થતી જણાય. નજીકના સંબંધોમાં મતભેદ-વિવાદ થઈ શકે. અહ્મને એકતરફ રાખી વિચારશો તો પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકશો. ધંધા-વ્યવસાય ક્ષેત્રે આર્થિક પ્રગતિ થાય. નવાકોલ-કરાર થઈ શકે. તવું સાહસ ફળદાયી સાબિત થાય. સ્વાસ્થ્ય બાબતે સમય એકંદરે સારો રહે. યાત્રા-પ્રવાસમાં નાની-મોટી અડચણ આવી શકે. તા. ૧૩ થી ૧૬ વાણ પર નિયંત્રણ રાખવું. તા. ૧૭ થી ૧૯ લાભ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે સામાજિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતા વધી શકે છે. આપના માન-મરતોબામાં વધારો થાય. શત્રુ વિરોધીઓ કૂણા પડતા જણાય, જ્યારે આર્થિક સ્થિતિ થોડી ચિંતા કરાવી શકે. મોજ-શોખ પાછળ નાણાનો વ્યય કરવા આકર્ષાશો, જેથી કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વાતાવરણ સુખમય રહે. વડીલ વર્ગથી લાભ થાય. આરોગ્ય બાબતે સંભાળવું જરૂરી બને. આહાર-વિહારમાં કાળજી રાખવી. તા. ૧૩ થી ૧પ ખર્ચ-ખરીદી. તા. ૧૬ થી ૧૯ વ્યસ્તતા રહે.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે નાણાભીડ સાથે લાવતું સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહ દરમિયાન આવકની સામે જાવકનું પ્રમાણ વધારે જોવા મળે. આકસ્મિક ખર્ચની પૂર્ણ સંભાવના છે, જો કે સપ્તાહના અંત ભાગમાં સ્થિતિ સામાન્ય બનતી જણાય. ઘર-પરિવારમાં એકમેકનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. યાત્રા-પ્રવાસ આનંદદાયી રહે. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે, છતાં કોઈ મોટી સમસ્યા જણાતી નથી. જમીન-મકાનના પડતર કાર્યો હાથમાં લઈ શકો. સંતાન અંગે ચિંતા રહે. તા. ૧૩ થી ૧પ પારિવારિક કાર્ય થાય. તા. ૧૬ થી ૧૯ મિશ્ર.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન ગ્રહ-ગોચર આપના પક્ષમાં હોય, અણધારી સફળતા મળી શકે. કાર્ય-અવરોધ દૂર થાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે અપેક્ષીત પરિણામ મેળવી શકશો. નાણાકીય સ્થિતિમાં સુખદ પરિવર્તન જોવા મળે, જો કે આરોગ્ય બાબતે થોડી ચિંતા રહી શકે. પેટ સંબંધિત રોગોથી પરેશાની રહે. ઘર-પરિવાર બાબતે ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી થઈ શકે. તા. ૧૩ થી ૧૬ શુભ. તા. ૧૭ થી ૧૯ ખર્ચ-ખરીદી.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે પ્રવાસ-મુસાફરી કરાવતું સપ્તાહ શરૂ થાય છે. આ દિવસોમાં નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. માનસિક ચિંતા-પરેશાનીઓ હળવી બનતી જણાય. સ્નેહીજનો સાથે સમય પસાર કરી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહેવા પામે, જો કે નાણાકીય સ્થિતિ તંગ બનતી જણાય. અણધાર્યા ખર્ચાઓને કારણે માસિક બજેટ હાલક-ડોલક થતું જણાય. જાહેરજીવન ક્ષેત્રે વ્યવહારમાં ઉદારતા રાખવી જરૂરી બને. વાણી-વર્તનમાં સંયમ જાળવશો તો ફાયદામાં રહેશો. તા. ૧૩ થી ૧પ મિશ્ર. તા. ૧૬ થી ૧૯ પ્રવાસ.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે મધ્યમ ફળદાયી સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ગૃહસ્થ જીવનનું વાતાવરણ ઉગ્ર બની શકે છે. નજીકના સંબંધો જાળવવા સમાધાનકારી વલણ અપનાવવું જરૂરી બને, જ્યારે નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સાનુકૂળતા રહે. મહત્ત્વના કાર્યો પાર પડી શકશો. આર્થિક વૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. પડવા-વાગવાથી સંભાળવું. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં ધારેલું લક્ષ્યાંક પ્રાપ્ત થાય. પરિશ્રમનું મીઠું ફળ પ્રાપ્ત થાય. તા. ૧૩ થી ૧પ લાભદાયી. તા. ૧૬ થી ૧૯ વાદ-વિવાદ ટાળવો.