Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાળાંબજારિયાઓ સામે કડક પગલાં: અફવાઓથી દૂર રહો
જામનગર તા. ૩૦: જામનગર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેમ કલેકટર જણાવ્યું છે. કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જામનગર જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને પીએનજીની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા મહત્ત્વની બેઠક યોજાઈ હતી. કાળાબજાર કરતા શખ્સો સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે. તેમ જણાવી તેમણે અફવાઓથી દૂર રહી બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરી હતી.
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસની ઉપલબ્ધતા તથા જીવન જરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા રાખવા તેમજ કોઈપણ પ્રકારની અછત ન સર્જાય તે માટે આગોતરા આયોજન કરવા લગત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વિતરણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા અને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સમયસર પુરવઠો પહોંચે તે અંગે વિશેષ ભાર મુક્યો હતો.
આ ઉપરાંત, ગેસ પુરવઠાની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરતા કલેક્ટરે એલપીજી સિલિન્ડરની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી હતી અને જરૂરિયાત મુજબ પૂરતો જથ્થો જાળવવા સંબંધિત અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યા હતા. કલેક્ટરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે નાગરિકો પાઈપ નેચરલ ગેસ (પીએનજી) અપનાવે તેમજ જ્યાં રાંધણગેસની વધુ જરૂરિયાત છે તેવી સામાજિક સંસ્થાઓ, મધ્યાહન ભોજન કેન્દ્રો, હોસ્પિટલો, હોસ્ટેલો જેવા સ્થળોએ પીએનજી કનેક્શન આપવાની બાબત પર ભાર મૂક્યો હતો. ઉપરાંત સંબંધિત વિભાગોને સંકલનથી કાર્ય કરીને નાગરિકોને અવિરત અને સરળ ઈંધણ અને ગેસનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા સૂચનાઓ આપી હતી. તંત્ર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના સ્ટોકનું દૈનિક ધોરણે મોનીટરીંગ કરવામાં આવી રહૃાું છે. માટે લોકોએ ગભરાવવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડિઝલનો જથ્થો તેમજ રાંધણગેસનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. માટે લોકોએ ગભરાવવાની જરૂર નથી. એક ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે ૨૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે, જેથી કરીને પુરવઠાનું સંતુલન જળવાઈ રહે.આ ઉપરાંત આવશ્યક ચીજ વસ્તુઓ અને ખાતરના જથ્થાની ઉપલબ્ધતા અંગે પણ કલેકટરે લગત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી તે અંગે સમીક્ષા કરી હતી. લોકો અફવાઓથી દૂર રહે નાગરિકોને અડચણ ન સર્જાય તે પ્રકારે જાગૃતિ સંદેશ ફેલાવવા ઓઇલ અને ગેસ કંપનીઓના પ્રતિનિધિઓને માર્ગદર્શન તથા અનાવશ્યક સ્ટોકિંગ ન થાય તેની પુરવઠા વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખી કાળા બજાર કરતાં શખ્સો સામે કાર્યવાહી કરવા કલેકટરે સૂચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.બારડ, સંબંધિત ઓઇલ કંપનીઓના પ્રતિનિધિઓ, ગેસ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ લગત વિભાગના અધિકારીઓ હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial