Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રિમ કોર્ટની સૂચક ટિપ્પણીઃ
નવી દિલ્હી તા. ૧૬: એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટના જજે ટિપ્પણી કરી હતી કે, પારિવારિક ઝઘડામાં સૌથી વધુ નુક્સાન બાળકોને થાય છે, એટલે પતિ-પત્ની બન્નેને પોતાના અહંકારને છોડીને બાળકોના ભવિષ્યને પ્રાથમિક્તા આપવી જોઈએ. પત્ની પતિને ભમરડાની જેમ ફેરવી ન શકે.
સુપ્રિમ કોર્ટે વિવાહિત વિવાદની સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, પત્ની તેના પતિને ભમરડાની જેમ ફેરવી ન શકે, કારણ કે પારિવારિક ઝઘડામાં સૌથી વધુ નુક્સાન બાળકોને થાય છે. એટલે પતિ-પત્ની બન્નેને પોતાના અહંકારને છોડીને બાળકોના ભવિષ્યને પ્રાથમિક્તા આપવી જોઈએ. આ ટિપ્પણી જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કરી હતી.
સુપ્રિમ કોર્ટની સરકારી નોકરી કરતા દંપતીનો મામલો સામે આવ્યો, પતિ દિલ્હીરેલવેમાં કાર્યરત છે, જ્યારે પત્ની પટનામાં રિઝર્વ બેંકમાં નોકરી કરે છે અને તેમના માતા-પિતા તેમની સાથે રહે છે. આ દંપતીના લગ્ન વર્ષ ર૦૧૮ માં થયા હતાં. તેમને બે બાળકો છે, એક પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે. બન્ને ર૦ર૩ થી અલગ રહે છે. પતિનું કહેવું છે કે, તે સાસરે રહેવા નથી માંગતી, જ્યારે પત્ની અને તેના પરિવારે પતિ પર કેસ દાખલ કર્યો છે. પતિ-પત્નીના વચ્ચે વધતા વિવાદના કારણે હવે તેમના બાળકો પણ માનસિક તણાવમાં છે, જ્યારે આ મામલો સુપ્રિમ કોર્ટની સામે આવ્યો તો બન્ને પક્ષોને સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી.
સેપરેશન કેસ એટલે પતિ-પત્ની વચ્ચેનો એવો કાયદેસરનો કેસ, જેમાં બન્ને વ્યક્તિ એકબીજાથી અલગ રહેવાની મંજુરી માગે છે, પરંતુ તલાક લેતા નથી. એટલે કે, સેપરેશન કેસ એ પતિ-પત્ની વચ્ચે વધતા તણાવ અથવા મતભેદને કારણે સાથે ન રહેવાનો નિર્ણય કાયદેસર રીતે માન્ય કરાવવાનો કેસ છે. જેમાં બન્ને વ્યક્તિ અલગ રહી શકે, પરંતુ લગ્નનો કાયદેસર સંબંધ યથાવત્ રહે છે, અને કોર્ટ દ્વારા નક્કી થાય કે બાળકોની કસ્ટડી, ભરણપોષણ, મિલકત વિગેરે કેવી રીતે વહેંચાશે. આવા કેસમાં લગ્ન યથાવત્ રહે છે, એટલે કે છૂટાછેડા લેવામાં આવતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial