Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં તા. ૧૩ થી ૧૭ નવેમ્બર સુધી એકતાયાત્રા હેઠળ પાંચ પદયાત્રા નીકળશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જયંતી નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યોજાનાર એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. જેમાં તા. ૧૩ થી ૧૭ નવેમ્બર દરમિયાન જિલ્લાના વિવિધ પાંચ સ્થળોએ વિધાનસભા દીઠ પદયાત્રા યોજાશે. પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની રહેશે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જામનગર જિલ્લામાં પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરે મંત્રી સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે 'એક ભારત આત્મનિર્ભર ભારત' ના સૂત્ર સાથે જામનગર શહેર અને જિલ્લામાં તા. ૧૩ થી તા. ૧૭ નવેમ્બર દરમિયાન ભવ્ય પદયાત્રા યોજાશે.જે અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે, જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે.

પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની રહેશે અને તેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે. તા. ૧૩/૧૧/૨૦૨૫ના જામજોધપુરમાં સમાણા ચોકડી-દલ દેવડીયા થી સદોડર સુધી, તા. ૧૪/૧૧/૨૫ના જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશનથી લાલ બંગલા સર્કલ, તા. ૧૫/૧૧/૨૫ના જામનગરમાં પટેલ સમાજ રણજીતનગરથી પંચેશ્વર ટાવર સુધી, તા. ૧૬/૧૧/૨૫ ના જામનગર ગ્રામ્યમાં ધૂતારપરથી ધૂડસીયા સુધી, તા. ૧૭/૧૧/૨૫ ના કાલાવડમાં આણંદપર નિકાવાથી ખડ ધોરાજી સુધી આ પદયાત્રા યોજાશે.

જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાશે.'સરદાર સ્મૃતિવન'ની સ્થાપના કરવાની સાથે એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ ૫૬૨ વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, યાત્રાના રુટ પર સખી મંડળના સ્ટોલ્સ ઉપરાંત આરોગ્ય કેમ્પનું આયોજન, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ તથા આરોગ્ય શિબિરો યોજાશે.'સરદાર ૧૫૦ યંગ લીડર ક્વિઝ', 'સરદાર ૧૫૦ નિબંધ સ્પર્ધા' અને 'રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા' યોજાશે, જેના માટે માય ભારત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે.

આ આયોજનમાં મહત્તમ નાગરિકો ભાગ લે તે પ્રકારનું સુચારુ આયોજન કરવાં મંત્રી મોઢવાડિયાએ જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. મંત્રીએ મહત્તમ લોકો આ પદયાત્રામાં સહભાગી બને તે માટે જિલ્લાના પદાધિકારીઓ સાથે પણ સંકલનમાં રહી કામગીરી કરવા સુચના આપી હતી.

આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઇ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ આગેવાન ડો.વિનુભાઈ ભંડેરી અને બીનાબેન કોઠારી સહિત સંકલન સમિતિના સૌ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh