Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં ડીસ્ટ્રીકટ લાયબ્રેરીથી રણમલ તળાવ સંકુલ ગેઈટ નં.૭ સુધીના રસ્તા પર વાહન વ્યવહાર પ્રતિબંધિત થશે ?

મનપાના બજેટમાં તળાવની પાળ પર જાહેર રસ્તાનું ખાનગીકરણ કરવાની જોગવાઈ ?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરનાં મનપાનાં બજેટમાં વિવિધ જોગવાઇઓ અંતર્ગત ધાર્મિક સ્થાનોને સંલગ્ન પણ અમુક જોગવાઇઓ કરવામાં આવી છે જે પૈકી તળાવની પાળે શ્રી બાલા હનુમાન મંદિરનો  અંદરનો ગેઇટ બહાર કાઢી બહારનો પ્રવેશદ્વાર બનાવવા તથા એક જવાનો અને એક આવવાનો રસ્તો, સાઇડમાં પાર્કીંગ અને ગાર્ડનિંગની વ્યવસ્થા કરવા આનુસાંગિક કાર્યવાહી ત્વરીત કરવાની રહેશે એવો ઉલ્લેખ છે. આ મુદ્દે જાહેર રસ્તાનાં ખાનગીકરણનો પ્રયાસ થઇ રહૃાો હોવાનું ચિત્ર ઉપસી રહૃાું છે.

શ્રી બાલા હનુમાન મંદિરનો અંદરનો ગેઇટ એટલે ક્યો ગેઇટ? મંદિરની કમ્પાઉન્ડ વોલ સંલગ્ન બંને તરફનાં ગેઇટ મંદિરની દીવાલને સમાંતર જ છે . એટલે કે મંદિરનાં બાંધકામમાં  કોઈ મુખ્ય ગેઇટ અંદર બહાર નથી તો ક્યો ગેઇટ બહાર કરવામાં આવશે અને બહાર એટલે ક્યા રસ્તા પર?

ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરીથી શ્રી સત્યનારાયણ મંદિર તરફ તથા  રણમલ તળાવ ગેઇટ નં ૭ તરફ જતો રસ્તો જાહેર માર્ગ છે તો શું આ જાહેર માર્ગ પર નવો ગેઇટ નાખવામાં આવશે અને વાહન વ્યવહાર પ્રતિબંધિત કરવામાં આવશે?

આ અંગે ભૂતકાળમાં પણ પ્રયાસ થતા વિરોધ થયો હતો અને અખબારોમાં પણ અહેવાલો પ્રગટ થતા મામલો અટકી જતા જાહેર રસ્તા પર પ્રવેશદ્વાર બનતા અટકી ગયો હતો. તત્કાલીન સિટી ઇજનેર શૈલેષભાઇ જોશી દ્વારા ત્યારે એવું નિવેદન આપવામાં આવેલ કે જાહેર રસ્તા પર કોઇ પ્રવેશદ્વાર નથી કરતા ફક્ત સુશોભન માટે કમાન નાખીએ છીએ એ કમાન હાલ શ્રી બાલા હનુમાન મંદિર પાસે આવેલ છે.

તો શું હવે એ કમાનને જ પ્રવેશદ્વાર બનાવી દેવામાં આવશે? જો આમ થશે તો ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરીથી રણમલ તળાવ ગેઇટ નં ૭ તરફ જતો માર્ગ વાહનવ્યવહાર પ્રતિબંધિત થઇ જશે જે ગેરકાયદે કહી શકાય. કારણકે  રણમલ તળાવ બ્યૂટીફિકેશનનાં પ્રોજેક્ટ અંતર્ગત આશાપુરા મેદાન (જૂનુ ખડપીઠ) થી રણમલ તળાવ ગેઇટ નં ૭ (આઝાદ બાગ) નાં આરંભ સુધી નો રસ્તો વાહન વ્યવહાર માટે કાયમી ખુલ્લો રાખવાની જોગવાઇ કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે રણમલ તળાવ બ્યૂટીફિકેશનનાં પ્રોજેક્ટ કાનૂની લડાઇ પછી સંપન્ન થયો હતો અને તેમાં તંત્રએ દર્શાવેલ જોગવાઈઓ નું  ઉલ્લંઘન અદાલતની અવમાનના સમાન પણ ગણી શકાય.ત્યારે ડીસ્ટ્રિક્ટ લાયબ્રેરીથી રણમલ તળાવ ગેઇટ નં ૭ સુધીનો રસ્તામાં કોઈ ખાનગી સંસ્થાનો ગેઇટ નાખવામાં તો જાહેર રસ્તાનું ખાનગીકરણ તથા આ રસ્તો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરવામાં આવે તો એ ગેરકાયદે કહી શકાય.

જો આ રસ્તાનું ખાનગીકરણ થઇ જાય તથા વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત થઇ જાય તો ૧૩૧ વર્ષ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરની તળાવની પાળ તરફની ચાલ પણ બંધ થઇ જાય જેને પગલે વૈષ્ણવોને ભારે હાલાકી થાય. આ મુદ્દે શ્રી સત્યનારાયણ મંદિરનાં મુખ્યાજી દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે તથા આ અંગેની જૂની રજૂઆતો અને સંલગ્ન અખબારી અહેવાલોની નકલ સાથે આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ ન કરવા સહિતની માંગ કરવામાં આવી છે.

અમને હજુ ખ્યાલ નથી કેવી રીતે શું આયોજન છે ?: સિટી ઇજનેર

બજેટમાં શ્રી બાલા હનુમાન મંદિરનો ગેઇટ બહાર કાઢી એક આવવાનો અને એક જવાનો રસ્તો તથા સાઇડમાં પાર્કિંગ અને ગાર્ડનિંગ સહિતની ઘોષણા મુદ્દે સિટી ઇજનેર ભાવેશભાઇ જાનીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે  'આ અંગે હજુ અમને ખ્યાલ નથી કે કેવી રીતે શું આયોજન છે? તથા વધુ બાબતો ચેક કરવી પડશે' આમ આ મુદ્દે તંત્રનાં અધિકારી દ્વારા હાલ કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh