Advertisement
Author: નોબત સમાચાર

રાધિકા એડ્યુકેર સ્કૂલમાં યોજાયો સૌરાષ્ટ્ર કક્ષાનો સ્પોર્ટસ્ કાર્નિવલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ જામનગરની રાધિકા એડ્યુયુકેર સ્કૂલમાં સૌરાષ્ટ્ર કક્ષાનો સ્પોર્ટસ્ કાર્નિવલ યોજાયો હતો. આ કાર્નિવલમાં વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવા માટે ડો. ભરતેશ શાહ (ચેરમેન-જૈન એજ્યુકેશન ટ્રસ્ટ) અતુલભાઈ શાહ (ટ્રસ્ટી-જૈન એજ્યુકેશન ટ્રસ્ટ), પ્રદિપભાઈ પરમાર (મેનેજમેન્ટ મેમ્બર-જૈન એજ્યુકેશન ટ્રસ્ટ), રાધેશ્યામ પાંડે (પ્રમુખ-સહોદયા સૌરાષ્ટ્ર તથા પ્રિન્સિપાલ-નંદ વિદ્યા નિકેતન) હાજર રહ્યા હતા. સંપૂર્ણ કાર્નિવલમાં ઈન્ચાર્જ તરીકે કપીલ ત્રિવેદી (એલ.જી.હરિયા સ્કૂલ), હર્ષિત અજુડીયા (હેન્ડબોલ એસોસિએશન), ધર્મરાજ જાડેજા (હેન્ડબોલ પ્લેયર) એ સેવા આપી હતી.

જેમાં હેન્ડબોલ ટૂર્નામેન્ટમાં અંડર-૧૪ (ગર્લ્સ) કેટેગરીમાં પ્રથમ સ્થાન જી.ડી. ગોએન્કા સ્કૂલ-જામનગર, દ્વિતીય સ્થાન રાધિકા એડ્યુકેર સ્કૂલ-જામનગર, અંડર-૧૪ (બોયઝ) કેટેગરીમાં પ્રથમ સ્થાન જી.ડી.ગોયેન્કા સ્કૂલ-જામનગર, દ્વિતીય સ્થાન ક્રાઈટ્સ સ્કૂલ-રાજકોટ, અંડર-૧૭ (ગર્લ્સ) કેટેગરીમાં પ્રથમ સ્થાન જી.ડી.ગોયેન્કા સ્કૂલ-જામનગરએ મેળવ્યું હતું.

સમગ્ર કાર્નિવલમાં ઈન્ચાર્જ તરીકે રાધિકા એડ્યુકેર સ્કૂલના સ્પોર્ટસ મેન્ટર અજય પરમાર, શૈલી દવે દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુવામીતા ચેટરજી, નિધિ ભટ્ટ તેમજ બંસી દવે દ્વારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની સફળતાનો શ્રેય રાધિકા એજ્યુકેર સ્કૂલના પ્રિન્સિપાલ ચેતન શુક્લ તેમજ શાળાના બધાજ મેન્ટરના શિરે જાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh