Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ નાકા બહાર સોસાયટીમાંથી એક આસામીના મોબાઈલની થઈ ચોરી

ધ્રોલમાં બસ ડેપો સામેથી એક્ટિવાની ઉઠાંતરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી રાજ સોસાયટીમાં એક આસામીના મકાનમાંથી રૂ. ૨૦ હજારનો મોબાઈલ ચોરાઈ ગયો છે. જ્યારે ધ્રોલમાં એસટી બસ ડેપો સામે રાખેલુ એક આસામીનું એક્ટિવા કોઈ શખ્સ હંકારી ગયો છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી રાજ સોસાયટી નજીક નેશનલ પાર્કમાં રહેતા અઝરૂદ્દીન આરીફભાઈ કાઝી નામના આસામીનો વન પ્લસ કંપનીનો રૂ. ૨૦ હજારની કિંમતનો મોબાઈલ ગઈ તા.રરની સવારે નવ વાગ્યાથી અડધી કલાકમાં તેમના ઘરમાંથી ચોરાઈ ગયો છે. સિટી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.

ધ્રોલના એસટી બસ સ્ટેન્ડ સામે આવેલા ખુલ્લા પાર્કિંગમાં જોડીયા તાલુકાના બાદનપર ગામના વતની અને હાલમાં ધ્રોલમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ રવજીભાઈ રાણીપા નામના આસામીએ પોતાનું જીજે-૧૦-સીએમ ૩૧૨૭ નંબરનું એક્ટિવા સ્કૂટર ગઈ તા.૧૭ની સવારે રાખ્યું હતું. ત્યાંથી રાત્રિ સુધીમાં રૂ. ૩૦ હજારનું વાહન ઉપડી ગયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh