Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન તેમજ પોષણ માસ ૨૦૨૫ અંતર્ગત સ્વાસ્થ્ય શિબિર યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
તા.૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં *સ્વસ્થ નારી,સશકત પરિવાર* અભિયાન તેમજ પોષણ માસ ૨૦૨૫ અંતર્ગત સ્વાસ્થ્ય શિબિરનું આયોજન આહિર સમાજ, ખંભાળિયામાં કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાએ આજના આધુનિક યુગની નારી રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહી છે. ત્યારે નારી શક્તિ તથા બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે તેમનું સ્ક્રીનીંગ, સારવાર તથા ગંભીર તેમજ અન્ય રોગો વિશેની જાણકારી આપવી જોઈએ.
આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા પોષણ માસની ઉજવણી અન્વયે પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, પોષણ અભિયાન અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તા.૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન ઉજવણી થનાર આ પખવાડિયામાં તા.૨૦ સપ્ટેમ્બર પંચગુણી રસીકરણ, તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ પોલિયો રસીકરણ, તા.૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ઓરી અને રૂ.બેલા રસીકરણ, તા.૧ ઑક્ટોબર ૨૦૨૫ મહા મમતા દિવસની તેમજ બિનચેપી રોગોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવશે.
આ બહુવિધ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર રાજેશ તન્ના, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, અગ્રણી પ્રતાપભાઇ પિંડારિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા, મામલતદાર સુરેશ દેસાઈ સહિત આરોગ્ય, આઈ.સી.ડી.એસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial