Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં કુંજ પક્ષીનો શિકાર કરતી ટોળકીના બે શખ્સ ઝડપાયાઃ જેલહવાલે થયા

ગયા મહિને એક શખ્સની કરાઈ હતી ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગયા મહિને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમે એક શખ્સને કુંજ પક્ષીનો શિકાર કરતો પકડી પાડ્યો હતો. તેણે પોતાના બે સાગરિતના નામ આપ્યા હતા. રૂપેણ બંદર પર વસવાટ કરતા આ શખ્સોને ફોરેસ્ટ ટીમે દબોચી લઈ જેલમાં ધકેલ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગયા મહિને રેન્જ ફોરેસ્ટ ઓફિસની ટીમે કુંજ પક્ષીના શિકારના મામલે એક શખ્સને પકડી પાડ્યા પછી તેની પૂછપરછમાં વધુ બે શખ્સના નામ મળી આવ્યા હતા.

ત્યારપછી આ શખ્સોને રેન્જ ફોરેસ્ટ ઓફિસર-મરીન નેશનલ પાર્ક એન.પી. બેલા તથા સ્ટાફે દબોચી લીધા છે. દ્વારકા નજીકના રૂપેણ બંદર પર છપરા બજારમાં વસવાટ કરતા સીકંદર ભીખુ ઢોકી અને વીડિયાવરી સોસાયટીમાં રહેતા આસીફ ઈસ્માઈલ રાડીયા નામના આ બંને શખ્સની તેના ઘરેથી અટકાયત કરી લેવામાં આવી હતી. બંને શખ્સોની પૂછપરછ પછી કુંજ પક્ષીના શિકાર માટે ઉપયોગમાં લેવાતી પતંગ, જાળ, પતંગમાં બાંધવાની પુંછડી, દોરી સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સોને જામનગરની જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh