Advertisement
Author: નોબત સમાચાર

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની ભક્તિ-ભાવપૂર્વક પૂર્ણાુહુતિ : ધાર્મિક કાર્યક્રમો સંપન્ન

સોસાયટી તથા ગોપીમંડળના સહયોગથી બેડીબંદર રોડ પર યોજાયેલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના તિરૂપતિ વિસ્તાર તરફ બેડીબંદર રીંગરોડ પર આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં તા. ૯ થી ૧પ માર્ચ સુધી યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનની રવિવારે પુર્ણાહૂતિ સંપન્ન થઈ હતી. સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો અને પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. કથાના વ્યાસાસને પ.પૂ.શ્રી દિલીપકૃષ્ણ ઠાકુરજી મહારાજ બિરાજમાન થયા હતાં.

જામનગરના ઢીંચડા રોડ પર તિરૂપતિ વિસ્તાર તરફના બેડીબંદર રીંગરોડને અડીને વિક્સેલા રવિપાર્ક ટાઉનશીપમાં સોસાયટીના રહીશો, ગોપીમંડળના સાથ-સહકારથી તા. ૯ થી ૧પ માર્ચ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું, જેની પૂર્ણાહુતિ રવિવાર, તા. ૧પ માર્ચે સાંજે હતી. વ્યાસાસનેથી બાલકૃષ્ણ હવેલીના મુખ્યાજી પ.પૂ. દિલીપકૃષ્ણ ઠાકુરજી મહારાજે સપ્તાહ દરમિયાન પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતાં.

સપ્તાહ દરમિયાન કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રીરામ જન્મ, કૃષ્ણજન્મ, નંદભયો, ગોવર્ધનપૂજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચારિત્ર્ય સહિતના પ્રસંગોની ભવ્ય ઉજવણી થઈ હતી. દરરોજ મુખ્ય યજમાનો તથા પાટલો રાખનાર યજમાનો દ્વારા વિશેષ પૂજા, શ્રોતાજનો તથા સોસાયટીના રહીશો દ્વારા પોથીપૂજન, પરિક્રમા, ગીત-સંગીત-કીર્તન અને સત્સંગ, ઠંડુ પાણી, છાશ, અલ્પાહાર તથા અન્ય સંલગ્ન વ્યવસ્થાઓ પણ ઊભી કરાઈ હતી. રવિપાર્ક ટાઉનશીપની શેરી નં. ૭ (બી) માં કિશનભાઈ વ્યાસના ઘર નજીકના પ્લોટમાં યોજાયેલી આ કથા માટે સેવાભાવીઓ રાજભાઈ વી. સરસિયા, બક્ષીભાઈ, નમ્રતાબેન વ્યાસ, સોસાયટીના અન્ય અગ્રગણ્યો તથા ઝેન-ઝેડ સહિત સ્વયંસેવકોએ સમગ્ર કથા દરમિયાન જહેમત ઊઠાવી હતી, જેમાં સમગ્ર સોસાયટીના રહિશો સક્રિય રીતે સહભાગી થયા હતાં. પૂર્ણાહુતિ સમયે જશુબા ઝાલા જશુબા ઝાલા, સોસાયટીના હોદ્દેદારો, અગ્રણીઓ તથા રહીશો ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમગ્ર સપ્તાહ દરમિયાન સોસાયટીના રહીશો પૈકી જુદા જુદા સેવાભાવી પરિવારો દ્વારા દરરોજ જુદા જુદા પ્રકારની સામગ્રી ઉપરાંત અલ્પાહાર, દૂધ, કોલ્ડ્રીંક્સ વિગરેની સેવાઓ પણ અપાઈ હતી. આમ, સોસાયટીમાં ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંપન્ન થઈ હતી.

ભાગવત સપ્તાહ માટે ખાનગી પ્લોટની સેવા સોસાયટીના શેરી નં. ૯/બી માં રહેતા સુનિલ સિંગ દ્વારા અપાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh