Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દિગ્જામ ઓવરબ્રિજ નીચે દબાણ હટાવવા મેગા ડિમોલીશન

રાજકોટ, કાનાલુસ વચ્ચે ડબલ ટ્રેક પાથરવા માટે રેલવેની નેમઃ સ્થાનિક પોલીસને સાથે રાખી ૧૫૧ દબાણ હટાવાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના દિગ્જામ ઓવરબ્રિજ નીચે આજ સવારથી દબાણ હટાવવાની કાર્યવાહી રેલવે વિભાગ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને શરૂ કરવામાં આવી છે. રાજકોટથી કાનાલુસ સુધી રેલવે માટેનો નવો ટ્રેક પાથરવાની કાર્યવાહી અંતર્ગત દબાણો હટાવવા ફરજિયાત બની જતા આ કાર્યવાહી આરંભાઈ છે. અંદાજે ૧૫૧ દબાણો ત્રણ દિવસમાં દૂર કરવામા આવશે.

જામનગરના દિગ્જામ વુલનમીલ રોડ પર આવેલા ઓવરબ્રિજ નજીક પસાર થતી રેલવેની લાઈનની આજુબાજુ માં વર્ષોથી ૧૫૦ જેટલા દબાણો ઊભા થઈ ગયા છે. તે દબાણો દૂર કરવા માટે આદેશ હોવાથી રેલવેના અધિકારીઓ એ સ્થાનિક પોલીસને સાથે રાખી દબાણ હટાવ કામગીરી શરૂ કરી હતી.

રેલવે વિભાગ દ્વારા રાજકોટથી લાલપુરના કાનાલુસ સુધી બીજો ટ્રેક પાથરવા માટે શરૂ કરાયેલી તજવીજ તેજ બની છે અને વીજળીકરણનો વ્યાપ વધારવા પણ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે દિગ્જામ ઓવરબ્રિજ નીચે રેલવેનો બીજો ટ્રેક પાથરવા માટે ત્યાં થઈ ગયેલા દબાણો હટાવવા ફરજિયાત બન્યા હતા. તેના પગલે આજે સવારથી આ વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી  શરૂ કરવામાં આવી હતી.

આજે સવારે જામનગરના ઈન્ચાર્જ પોલીસ વડા અને લાલપુરના એએસપી પ્રતિભા (આઈપીએસ)ના વડપણ હેઠળ સિટી ડીવાયએસપી જયવિરસિંહ ઝાલા તેમજ એલસીબી અને એસઓજી તથા સીટી એ, બી, અને સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ તેમજ સ્ટાફના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાનું શરૂ કરાયું હતું.

હાલમાં હૈયાત રેલવે ટ્રેકની આજુબાજુમાં અંદાજે ૧૫૦ જેટલા દબાણો જોવા મળી રહ્યા છે, જેમાં ઝુંપડા, કેબીનોનો સમાવેશ થાય છે ત્યારે જેસીબી સહિતના સાધનો સાથે આજે સવારથી તે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવી રહ્યા છે. અંદાજે ત્રણ દિવસ સુધી આ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.

આ બાબતે ઈન્ચાર્જ એસપી પ્રતિભાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે વિસ્તારમાં ઊભા થઈ ગયેલા ૧૫૧ દબાણો દૂર કરવાની નેમ સાથે રેલવેના અધિકારીઓ સાથે સંકલનમાં રહી સ્થાનિક પોલીસ તથા રેલવે પોલીસ કામગીરી કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh