Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાનમાં પેટ્રોલ રૂ।. ૪પ૮ અને ડીઝલ પર૦ રૂપિયે લિટરઃ ભાવ બેકાબૂ

પાક. સરકારે કેટલીક સબસિડી જાહેર કરવી પડીઃ

                                                                                                                                                                                                      

ઈસ્લાબાદ તા. ૩: યુદ્ધના સંકટના કારણે પાકિસ્તાનમાં મોંઘવારી ફાટી નીકળી છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા ત્યાંની સરકારે થોડી સબસિડી જાહેર કરી છે, તેમ છતાં બેકાબુ ભાવોના કારણે મુશ્કેલી વધી છે.

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ઓઈલની કિંમતો બેકાબૂ બની છે, જેની સીધી અને ગંભીર અસર પાકિસ્તાન પર પણ પડી છે. પાકિસ્તાન સરકારે એક મહિનામાં બીજી વખત ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે.

નવા ભાગ મુજબ ડીઝલમાં પ૪.૯ ટકાનો તોતિંગ વધારો કરાતા હવે તે પ્રતિલિટર પર૦.૩પ પાકિસ્તાની રૂપિયા અને પેટ્રોલમાં ૪ર.૭ ટકાના વધારા સાથે પ્રતિલિટર ૪પ૮.૪૦ પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગયું છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે સ્પષ્ટ કર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ કાબૂ બહાર જઈ રહ્યા હોવાથી આ ભાવવધારો કરવો અનિવાર્ય હતો.

પાકિસ્તાન પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ઓઈલ સાઉદી અરેબિયા અને યુએઈ પાસેથી મેળવે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગેથી આવે છે. યુદ્ધને કારણે આ સપ્લાય ચેઈન ખોરવાતા પાકિસ્તાન જેવી નબળી અર્થવ્યવસ્થા ધરાવતા દેશ પર ભારે દબાણ આવ્યું છે. સરકારે અગાઉના ત્રણ અઠવાડિયામાં ૧ર૯ અબજ રૂપિયાની સબસિડી આપી હતી, પરંતુ હવે મર્યાદિત સંસાધનોને કારણે આ બોજ ઊઠાવવો શક્ય રહ્યો નથી.

આ સંકટની સૌથી વધુ અસર ગરીબ જનતા અને ખેતી ક્ષેત્ર પર પડવાની શક્યતા છે, જે પાકિસ્તાનના જીડીપીમાં ર૪ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જનતાને થોડી રાહત આપવા માટે નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે કેટલીક જાહેરાતો કરી છે, જેમાં ટુ-વ્હીલર ચલાવતા લોકોને દર મહિને મહત્તમ ર૦ લિટર સુધી પેટ્રોલ પર પ્રતિલિટર ૧૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

આ ઉપરાંત નાના ખેડૂતોને એક વખત માટે પ્રતિ એકર ૧પ૦૦ રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરાઈ છે, જો કે વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવ હજુ પણ વધી રહ્યા છે.

ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિડલ ઈસ્ટમાં સૈન્ય કાર્યવાહી તેજ કરવાના સંકેતો પછી બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૭ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે આવનારા સમયમાં પાકિસ્તાન માટે વધુ મુશ્કેલીઓ સર્જી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh