Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના આંબરડી પાસે કિસાન મહાપંચાયતનું આવતીકાલે આયોજન

આમ આદમી પાર્ટી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે તા. ૯-૧૧-ર૦રપ ના બપોરે ૩-૩૦ વાગ્યે ત્રણ પાટિયાથી જામજોધપુર જવાના મેઈન રોડ પર આંબરડી જવાના રસ્તે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુક્સાનીની સહાય આપવા તથા હડદળ ગામના ખેડૂતોને ન્યાય આપવાની માગણી મુખ્ય મુદ્દો છે.

ગુજરાતના ખેડૂતોને વર્ષોથી થતા અન્યાય અને અવગણનાના વિરોધમાં અવાજ ઊઠાવવા અને તેમના હક્કો માટે લડવા આમ આદમી પાર્ટી-જામનગર દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં ખાસ કરીને ઓક્ટોબર ર૦રપ માં થયેલી અત્યંત ભયાનક પાકની નુક્સાની માટે યોગ્ય અને તાત્કાલિક વળતરની માગ કરવામાં આવશે, તેમજ બોટાદ જિલ્લાના હડદળ ગામે થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જેલમાં બંધ થયેલા નિર્દોષ ખેડૂતોને તાત્કાલિક ન્યાય અપાવવા માટે માગ કરવામાં આવશે. આ મહાપંચાયતમાં ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હેમંત ખવા, મનોજ સોરઠિયા, સાગર રબારી, રાજુભાઈ સોલંકી, સામત ગઢવી, પરેશ ગોસ્વામી, પ્રકાશ દોંગા, યુવરાજસિંહ જાડેજા, રામજીભાઈ પરમાર, વશરામભાઈ આહિર અને રાજેન્દ્રસિંહ સોઢા ઉપસ્થિત રહેશે. આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા હાકલ કરવામાં આવી છે.

ચાલુ વર્ષના ઓક્ટોબર મહિનામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર અને કુદરતી આફતોને કારણે ખેડૂતોના અનાજ, કપાસ, મગફળી અને અન્ય પાકોનું મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે. હજારો હેક્ટર જમીન પર ફસલો નષ્ટ થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો આર્થિક ભારણના કંગાર પર ઊભા છે. સરકાર તરફથી જાહેરાતમાં વળતરની ઘોષણા તો કરવામાં આવી છે, પરંતુ વાસ્તવિક્તામાં તે માત્ર કાગળ પર જ રહી ગયું છે. ખેડૂતોને યોગ્ય તાત્કાલિક અને પૂર્ણ વળતર મળવું જોઈએ, જેમાં સર્વેના નાટકો બંધ કરીને ગામ એકમ ગણીને તમામ ખેડૂતોને નુક્સાનીની સહાય મળવી જોઈએ.

વધુમાં, આ મહાપંચયતમાં બોટાદ જિલ્લાના હડદળ ગામમાં થયેલી આંદોલનકારી ઘટનામાં પોલીસ દ્વારા નિર્દોષ ખેડૂતો પર કરવામાં આવેલા દમખ અને ત્યારપછી તેમના પર ગુનો દાખલ કરી નિર્દોષ ખેડૂતોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે. આ ખેડૂતો માત્ર તેમના હક્કો માટે લડી રહ્યા હતાં, પરંતુ તેમની સો આતંકવાદી જેવું વર્તન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી આવા ખેડૂતોના તાત્કાલિક મુક્તિ અને તેમના પર લગાવવામાં આવેલા ખોટા આરોપોને રદ્ કરવાની માગ કરે છે તેમજ આ ઘટના ગુજરાતના ઈતિહાસમાં કલંક સમાન છે તેમ હેમંત ખવા અને પ્રકાશ દોંગાના કાર્યાલયએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh