Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક પતિ ચારિત્ર્ય બાબતની શંકા કરતા હોવાથી થતાં હતા શ્રમિક દંપતી વચ્ચે ઝઘડાઃ
જામનગર તા. ૧૮: જામનગરના ધુતારપર ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના દંપતી વચ્ચે અવારનવાર થતાં ઝઘડા પછી ગઈકાલે ગુસ્સા પરનો કાબૂ ગુમાવી ચૂકેલા પતિએ પત્નીના ખોળામાંથી આઠ મહિનાની પુત્રીને ઝૂંટવી કૂવા તરફ દોટ મૂક્યા પછી પુત્રીને કૂવામાં ફેંકી તેની પાછળ પોતે પણ ભૂસકો માર્યાે હતો. પતિ તથા પુત્રીને કૂવામાં ત્રાટકતા નીહાળી દોડેલા પત્ની તથા અન્ય વ્યક્તિઓએ બંનેને બચાવવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ બંનેના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે. પોલીસ સમક્ષના નિવેદનમાં પત્નીએ જણાવ્યા મુજબ મૃતક પતિ અવારનવાર ચારિત્ર્ય બાબતની શંકા કરી ઝઘડા કરતા હતા અને ગઈકાલે વધુ એક ઝઘડા પછી આખરે ઉપરોક્ત કરૂણાંત આવ્યો છે.
જામનગર તાલુકાના અને કાલાવડ નજીક આવેલા ધુતારપર ગામમાં પોપટભાઈ નારણભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભવરીયા ગામના વતની અકલેશભાઈ શંભુભાઈ ડોડવેર (ઉ.ર૦) નામના શ્રમિકે ગઈકાલે બપોરે ખેતરમાં કામ કરતી વેળાએ પત્ની સાથે ઝઘડો થયા પછી ઉશ્કેરાઈમાં આવી પત્ની પાસે પુત્રી દેવિકાને ઝૂંટ મારીને દોટ મૂકી હતી.
આ શ્રમિકે પોપટભાઈના ખેતરમાં જ આવેલા કૂવાના કાંઠા પાસે પહોંચી આઠ મહિનાની પુત્રી દેવિકાને ઝનૂનપૂર્વક કૂવામાં ફેંકી દઈ તેની પાછળ અકલેશભાઈએ પણ ભૂસકો માર્યાે હતો. ઉંડા કૂવાના પાણીમાં આ બાળકી ડૂબી ગઈ હતી અને તેની પાછળ જન્મદાતા પણ ડૂબ્યો હતો.
આ વેળાએ ખેતરમાં હાજર અકલેશભાઈના પત્ની દુર્ગાબેન (ઉ.વ.ર૦) તથા અન્ય શ્રમિકો ધૂબાકાનો અવાજ સાંભળીને દોડી આવ્યા હતા. કૂવામાંથી પિતા-પુત્રીને બહાર કાઢી લેવા માટે પ્રયત્ન શરૂ કરાયા પછી બંનેના મૃતદેહ જ બહાર આવી શક્યા હતા. બનાવની પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડિવિઝનના પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે મૃતદેહોને પી.એમ. માટે ખસેડી દુર્ગાબેનનું નિવેદન નોંધ્યું છે.
પોતાના નિવેદનમાં પત્ની દુર્ગાબેને જણાવ્યા મુજબ પતિ અકલેશભાઈ તેણી પર અવારનવાર ચારિત્ર્ય બાબતનો શક કરતા હતા જેના કારણે બંને વચ્ચે ઝઘડા થતાં રહેતા હતા. તે દરમિયાન ગઈકાલે બપોરે બારેક વાગ્યે ફરીથી અકલેશે પત્ની દુર્ગાબેન સાથે ઝઘડો કર્યા પછી ઉશ્કેરાઈમાં આવી આઠ મહિનાની પુત્રી માતા પાસેથી ઝૂંટવી કૂવા તરફ દોટ મૂક્યા પછી આંખના પલકારામાં કૂવામાં ઝંપલાવ્યું હતું અને બંનેના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા હતા. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial