Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: જામનગર શહેરમાં પોલીસને ખુલ્લા પડકાર સમાન મોટરસાયકલ ચોરીના વધતા કિસ્સા વચ્ચે દરેડમાંથી આઠ ચોરાઉ મોટરસાયકલ સાથે એક સગીર સહિત બે શખ્સ પકડાયા છે. જ્યારે તપાસમાં અન્ય ત્રણ શખ્સની પણ સંડોવણી સામે આવતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
જામનગર અને આસપાસના વિસ્તારમાંથી બાઈક ચોરીની અનેક ફરિયાદો નોંધાઈ રહી છે. તાજેતરમાં ખંભાળિયા બાયપાસ ચોકડી નજીકથી બે બાઈક ચોરાયાની ફરિયાદ બાદ પોલીસ સક્રિય થઈ હતી. તેવામાં બે શખ્સ દરેડમાં ચોરાઉ બાઈક વેચવાની પેરવીમાં હોવાની પોલીસને બાતમી મળ્યા પછી દોડી જઈ આરોપી વિમલ વિક્રમભાઈ પરમાર (રહે. ચેલા), એક સગીરને પકડી પાડ્યા હતા. બંનેએ ચોરીની કબૂલાત કરી હતી. જેની પાસેથી બે ચોરાઇ બાઈક મળી આવ્યા હતા.
પૂછપરછમાં આરોપીએ પડધરીના રંગપર તેમજ દ્વારકામાંથી પણ બાઈક ચોર્યા બાદ સંતાડેલા વધુ છ બાઈક સહિત આઠ વાહન કબજે કરાયા છે.
આ મામલે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે રહેતા મેહુલ નરશીભાઈ સોલંકી, કાલીદાસ નરશી સોલંકી અને દીપક મારવાડીની સંડોવણી સામે આવતા તેને ફરાર જાહેર કરાયા છે. વધુમાં જામજોધપુર પોલીસે બાતમીના આધારે એક ચોરાઉ બાઈક સાથે ધીરૂભા મનુભા જાડેજા નામના ઈશ્વરીયા ગામના ગેરેજ સંચાલક શખ્સને દબોચી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial